By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું : નવી પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > India > અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું : નવી પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત
India

અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું : નવી પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત

newsgujarat
Last updated: 2026/06/09 at 7:51 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
annamalai-resigns-bjp-launches-new-political-party-ami-tamilnadu
annamalai-resigns-bjp-launches-new-political-party-ami-tamilnadu | Photo Source : ANI
SHARE

તમિલનાડુના ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ ભાજપ સાથેનો પોતાનો છેડો ફાડી નાખ્યો છે. એટલું જ નહીં, પાર્ટીમાંથી રાજીનામું આપતાની સાથે જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની નવી રાજકીય પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (Annamalai Makkal Iyakkam – AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.

 

BJP National President Nitin Nabin has accepted the resignation submitted by the Tamil Nadu Ex-State President K Annamalai from the primary membership of the Party. pic.twitter.com/qaQ9gWPL6g

— ANI (@ANI) June 5, 2026

“હું ભાજપનો વ્યક્તિ છું કે તમિલિયન?” – રાજીનામા પાછળનો મોટો ખુલાસો

ચેન્નાઈમાં અન્નામલાઈએ પત્રકારોને સંબોધતા ભાજપ છોડવાના પોતાના કારણો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ સાથે તેમના વિચારો મેળ ખાતા ન હતા, જેના કારણે તેમણે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. પોતાના મનમાં ચાલી રહેલા સંઘર્ષનો સ્વીકાર કરતા અન્નામલાઈએ જણાવ્યું કે, મારી અંદર એક બહુ મોટો દ્વંદ્વ ચાલી રહ્યો હતો કે, હું ભાજપનો વ્યક્તિ છું કે તમિલિયન. વધુમાં ઉમેરતા તેમણે એ પણ કહ્યું કે, તેમણે ગત વર્ષે જ પાર્ટી છોડવાનું સંપૂર્ણ મન બનાવી લીધું હતું અને આ અંગે હાઈકમાન્ડને વાત પણ કરી દીધી હતી. પરંતુ, તે સમયે ચૂંટણીઓ નજીક હોવાના કારણે પાર્ટીના હિતમાં તેમણે રોકાવું પડ્યું હતું.

ગઠબંધનની જૂની રાજનીતિને ટક્કર: AMI લડશે આગામી વિધાનસભા ચૂંટણી

અન્નામલાઈએ પોતાની ભવિષ્યની રાજકીય બ્લુપ્રિન્ટ વિશે વાત કરતા સ્પષ્ટ કર્યું કે તેઓ તમિલનાડુમાં એક નવું રાજકીય આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. તેમની નવી બનેલી પાર્ટી ‘AMI’ તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે. તેમના મતે, રાજ્યને હવે એક એવી નવી અને સ્વતંત્ર રાજકીય વિચારધારાની જરૂર છે, જે વર્ષો જૂની પરંપરાગત ગઠબંધન રાજનીતિથી બિલકુલ અલગ અને મુક્ત હોય.

થાલાપતિ વિજય અને ભાજપ સામે અન્નામલાઈનો ત્રિપાંખીયો જંગ

અન્નામલાઈના આ આક્રમક વલણ અને નવી પાર્ટીની જાહેરાત બાદ તમિલનાડુનું રાજકીય મેદાન હવે વધુ રસપ્રદ બની ગયું છે. હવે રાજ્યમાં નવા મુખ્યમંત્રી થાલાપતિ વિજય (Thalapathy Vijay) અને ભાજપની સામે અન્નામલાઈ પોતાની નવી પાર્ટી સાથે સીધો મોરચો માંડશે. એક તરફ ભાજપ પોતાનો ગઢ બચાવવા મથશે, તો બીજી તરફ અન્નામલાઈ ‘તમિલ ગૌરવ’ અને સ્વતંત્ર વિચારધારાના જોરે જનતાના દિલ જીતવાનો પ્રયાસ કરશે. વળાંકોથી ભરેલા તમિલનાડુના રાજકારણમાં આ નવો અધ્યાય કેવો વળાંક લે છે, તેના પર હવે આખા દેશની નજર રહેશે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article golmaal-5-shooting-akshay-kumar-joins-ajay-devgn-rohit-shetty-sharman-joshi ગોલમાલ 5માં અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી? વિલન લૂકમાં ખિલાડી કિંગ મચાવશે ધૂમ
Next Article Bihar Politics Tejashwi Yadav Returns Z Plus Security Lalu Rabri Security Removed બિહારમાં રાજકીય ગરમાવો: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ Z+ સુરક્ષા પરત કરી, RJDનો સરકાર પર પ્રહાર
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

pm-modi-facebook-video-meta-apologises-for-removing-pm-modi-neet-paper-leak-facebook-post
IndiaLatest Stories

PM Modi Facebook Video : ફેસબુકે PM મોદીનો વીડિયો કર્યો બ્લોક, વિવાદ બાદ METAએ આપ્યો મોટો ખુલાસો

2 Min Read
IMD Rain Alert
IndiaLatest Stories

IMD Rain Alert : દેશભરમાં ભારે વરસાદની આગાહી, હિમાચલમાં રેડ એલર્ટ; ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખતરો

5 Min Read
badrinath-dham-donation-box-controversy-cctv-footage-allegations
IndiaLatest Stories

અયોધ્યા બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીના આરોપ, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલ

5 Min Read
amarnath-yatra-2026-starts-july-3-first-puja-security-arrangements
India

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ પૂજા બાદ સુરક્ષાના કડક બંદોબસ્ત

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?