બ્રાઝિલમાં ટ્રમ્પના વિરોધી લુલા ડી સિલ્વા જીત્યા રાષ્ટ્રપતિની ચૂંટણી

લુલા ડી સિલ્વા ચૂંટણીમાં વિજયી થતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. બ્રાઝિલમાં અતિ રોમાંચક રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. દેશના દિગ્ગજ ડાબેરી નેતા લુઈસ ઈનાસિયો લુલા ડી સિલ્વાએ રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મુકાબલામાં પોતાના કટ્ટરપંથી પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારોને હરાવી દીધા છે. આ શાનદાર જીત સાથે જ 80 વર્ષીય લુલા ડી સિલ્વા બ્રાઝિલમાં ચોથી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહ્યા છે. તેમનો આ નવો કાર્યકાળ આગામી 5 જાન્યુઆરીએ શરૂ થશે.

બ્રાઝિલના ચૂંટણીપંચ દ્વારા તમામ મતોની ગણતરી બાદ સત્તાવાર રીતે લુલા ડી સિલ્વાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. લૂલાએ પોતાના પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારો સામે આશરે 44 લાખ મતોની અજેય સરસાઈ મેળવી હતી, આ પરાજય બાદ બોલ્સોનારો કાનૂની પગલા લે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ જીત માત્ર બ્રાઝિલ માટે જ નહી, પરંતુ લેટિન અમેરિકા માટે પણ મહત્વની માનવામાં આવે છે. હાલના સમયમાં લેટિન અમેરિકામાં અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને દક્ષિણપંથી નેતાઓ જીતી રહ્યા છે, ત્યારે લુલાની આ જીત મોટો અપસેટ બની રહી છે. વળી બોલ્સોનારો પરિવાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નજીકનો માનવામાં આવે છે.

વિજયી થયા બાદ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાએ ખૂબ જ કડક અને સ્પષ્ટ અંદાજમાં કહ્યું હતું કે, “બ્રાઝિલ ક્યારેય પણ કોઈના પ્રભાવ ક્ષેત્રમાં નહીં રહે.” સાથે જ તેમણે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “અમે ડિજિટલ પ્લેટફોર્મ્સના માધ્યમથી થતી વિદેશી દખલગીરીને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી છે.”

1989માં બ્રાઝિલમાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ હતી. ત્યાર બાદ પહેલીવાર એવું બન્યું છે કે પ્રથમ તબક્કામાં બીજા ક્રમે રહેલો ઉમેદવાર અંતિમ તબક્કામાં જીત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા છે. બ્રાઝિલની રાજનીતિમાં એક ઐતિહાસિક અને રોમાંચક ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન અને ભારે દબાણ છતાં, 80 વર્ષના લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ અદ્ભુત પુનરાગમન કરીને ચોથી વખત બ્રાઝિલની સત્તા હાંસલ કરી લીધી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ટ્રમ્પ સમર્થિત બોલ્સોનારો પરિવાર સામે પરાજયના આરે ઉભેલા લુલાએ બીજા જ તબક્કામાં બાજી પલટીને ટ્રમ્પની આખી અમેરિકી ચાલ પર પાણી ફેરવી દીધું છે. જીત બાદ ગર્વભેર એલાન કરતા લુલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, બ્રાઝિલ કોઈની કઠપૂતળી નથી અને તે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

લુલા 2003થી 2011 સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સતત બે વાર રાષ્ટ્રપતિ રહ્યા બાદ તેમને પદ છોડવું પડ્યું હતું. 2022માં તેમણે ફ્લાવિયોના પિતા જાયર બોલ્સોનારોને હરાવીને ફરી સત્તા હાંસલ કરી. લુલાનો રાજકીય સફર ઘણો ઉતાર-ચઢાવભર્યો રહ્યો છે. 2018માં ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલમાં જવું પડ્યું હતું. બાદમાં તેમની સજા રદ કરવામાં આવી. ત્યારબાદ તેઓ 2022ની ચૂંટણી લડી શક્યા અને રાષ્ટ્રપતિ બન્યા.

Join WhatsApp

Join Now

Leave a Comment