કેનેડામાં રહેવુ કે નહી તે અંગે અલ્બર્ટામાં મતદાન

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં 19 ઓક્ટોબરે એટલે કે આજે કેનેડામાં રહેવુ કે નહી તે અંગે મતદાન યોજાઈ રહ્યુ છે. લોકો તેમાં નક્કી કરશે કે કેનેડા પ્રાંતનો હિસ્સો બનીને રહેવુ છે કે નહી. કેટલાક સરવે પ્રમાણે 70 ટકા લોકો કેનેડા સાથે જોડાઈ રહેવાના પક્ષમાં છે, તેમ છતા અલગ દેશની માગ કરનારા લોકો પીછેહઠ કરવાના મૂડમાં નથી.

અલ્બર્ટાને અલગ કરવાની માંગ કોઈ નાની સૂની વાત નથી, તેની પાછળ તેલથી થતી આવક અને કેન્દ્ર સરકાર સાથે નાણાની વહેચણી સૌથી મોટો મુદ્દો છે. અલ્બર્ટામાં વિશ્વના પ્રમાણિત તેલ ભંડારોની દ્રષ્ટિએ સૌથી મોટો તેલ ભંડાર છે. તેલ ઉદ્યોગ લોકોની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. અલગ દેશની માગ કરનારા લોકોનું કહેવુ છે કે અલ્બર્ટા કેન્દ્ર સરકારને ઘણા પૈસા આપે છે. પરંતુ તેના બદલામાં સ્થાનિકોને એટલો લાભ મળતો નથી. તેમનો આરોપ છે કે અલ્બર્ટા દ્વારા થતી કમાણીનો ઉપયોગ કેનેડાના અન્ય ભાગોના વિકાસ માટે કરવામાં આવે છે.

વર્ષ 2015માં જસ્ટિન ટ્રૂડોના વડાપ્રધાન બન્યા બાદ આ વિવાદ ફરી વકર્યો. તેમની સરકારે કાર્બન ટેક્સ અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક નિયમો લાગુ કર્યા. અલ્બર્ટાના તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ તેનો વિરોધ કર્યો. તેમનું માનવું હતું કે આ નિયમોથી તેલના વ્યવસાયને અસર થશે. આ જનમત સંગ્રહમાં લોકોને સીધો આ નિર્ણય લેવા માટે કહેવામાં આવી રહ્યું નથી કે અલ્બર્ટા તરત જ અલગ દેશ બને કે નહીં. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે શું અલગ થવાની દિશામાં આગળ વધવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

જો લોકો ભવિષ્યમાં અલગ થવા અંગે નિર્ણય લેવા માટે જનમત સંગ્રહની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લે છે તો તાત્કાલિક અલ્બર્ટા નવો દેશ નહી બની જાય, તે માટે કેનેડાની કેન્દ્ર સરકાર, અન્ય પ્રાંત અને ત્યાં રહેતા મૂળનિવાસી સમુદાય સાથે વાટાઘાટો કરવી પડશે. અલગ થવાની સ્થિતિમાં કેટલાક એવા મુદ્દાઓ પણ છે જેના પર તાત્કાલિક નિર્ણય લેવો પડે. તેમાં સંસાધનોની વહેંચણી, અધિકારો અને કેનેડા સાથેના ભવિષ્યના સંબંધોનો સમાવેશ થાય છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પોતે આલ્બર્ટામાં ઉછર્યા છે. તેઓ પણ માને છે કે પ્રાંતના લોકોમાં નારાજગી છે. જોકે, તેઓ આલ્બર્ટાને કેનેડાથી અલગ કરવાના પક્ષમાં નથી.તેમણે  લોકોને ચેતવણી આપી છે કે તેઓ અલગ થવાના પક્ષમાં મત ન આપે. આવો નિર્ણય દેશમાં લાંબા સમય સુધી રાજકીય ખેંચતાણ અને અનિશ્ચિતતા ઊભી કરી શકે છે. કાર્નીએ કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે આલ્બર્ટાના ઘણા લોકોને એવું લાગે છે કે જાણે તેમના પોતાના સંસાધનો પણ તેમના નથી. જોકે સરકાર આલ્બર્ટા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

ટ્રમ્પ સરકાર પર અલગ દેશની માગ કરી રહેલા લોકોને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના અધિકારીઓ અલ્બર્ટાના અલગતાવાદી નેતાઓને મળે છે અને તેમની મદદ કરે છે. અલગાવવાદીઓ ટ્રમ્પની સત્તામાં વાપસીના સમયને અલ્બર્ટાને અલગ કરવા માટે યોગ્ય માની રહ્યા છે. કેટલાક અલગાવવાદીઓ અલ્બર્ટાને સ્વતંત્ર દેશ બનાવવાને બદલે અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાત પણ કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં કેલગરી અને એડમોન્ટન વચ્ચેના હાઇવે પર એક બિલબોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું, જેમાં અલ્બર્ટાને USAમાં સામેલ કરવાની અપીલ કરવામાં આવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment