Flydubai Co-Pilot Hamami Controversy : દુબઈથી તેલ અવીવની રૂટિન પેસેન્જર ફ્લાઈટમાં જે ભયાનક દુર્ઘટના થઈ હતી, તેને લઈને નવી સવારે નવા ખુલાસાઓ થાય છે. વિકૃત માનસિકતા ધરાવતો કટ્ટરપંથી ઓમાની કો-પાયલટ હમામ અલ-હમામીના ખતરનાક ઈરાદાઓ બહાર આવતા જાય છે તેમ તેમ દુર્ઘટનાની ભયાવહતા અને લોકોનો તેના પ્રત્યેનો ધિક્કાર વધતો જાય છે.
UAE અને તપાસ એજન્સીઓની સઘન તપાસ દરમિયાન ઓમાની કો-પાયલટની યોજનાના ખુલાસા થતા ખુદ તપાસ અધિકારીઓ અચંબિત થઈ ગયા હતા. અલ-હમામીની મૂળ યોજના પાયલટ કેપ્ટનની હત્યા કરી અને પ્લેન ક્રેશ કરવાની હતી, પરંતુ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર અને મુસાફરો તથા ક્રુ મેમ્બર્સે હમામી તેના પ્લાનને અંજામ આપે તે પહેલાં જ દબોચી લીધો અને પ્લેનને સફળતા પૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દીધુ. અલ-હમામીને વિમાનનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈને તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર ક્રેશ કરી અન્ય વિમાનોને પણ નુકસાન પહોંચાડવાનો પ્લાન હતો. જે સફળ થયો નહી. અલ-હમામીએ પ્લાન-B પણ વિચારી રાખ્યો હતો કે જો તેલ અવીવમાં ફ્લાઈટ ક્રેશ ન કરી શકે તો અમેરિકી બેઝ પર ક્રેશ કરી દેવાનો ખતરનાક પ્લાન કર્યો હતો. અને જો આમ પણ ન થાય તો તેલ અવીવના કોઈ ગગનચુંબી ઈમરાતને 9/11 ની જેમ ટકરાવી દેવાનો પણ ઈરાદો ધરાવતો હતો.
કાવતરાખોર કો-પાયલટના ખતરનાક મનસુબાઓ પર પાણી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે ફેરવી દીધુ હતુ. હવે આ કારનામા બાદ અલ-હમામીનું ભવિષ્ય પણ જોખમાયુ છે.
તપાસ એજન્સીઓ દ્વારા તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે હમામ અલ-હમામી જૂલાઈ માસમાં જ આવા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતો, પરંતુ ક્રુ મેમ્બર્સ પૈકી મહિલા સાથે ગાઢ મિત્રતા થઈ જતા આ ખતરનાક ષડયંત્રને અંજામ આપી શક્યો નહી. કેબિનમાં બંને પાયલટ વચ્ચે થઈ રહેલી મારામારીના કારણે વિમાન ઝડપભેર તેની ઉંચાઈ ગુમાવી રહ્યુ હતુ. પરંતુ પેસેન્જર તરીકે જ પ્રવાસ કરી રહેલા બે મુસાફર પાયલટે તુરંત જ કંટ્રોલ લઈ લેતા ફ્લાઈટ ક્રેશ થતાં બચી ગઈ.
કેટલાક એ પ્રકારના અહેવાલો પણ આવ્યા છે કે ઓસ્ટ્રેલિયા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ દળના જ અધિકારીઓએ જણાવ્યું હતું કે હમામ અલ હમ્મામી મેલબોર્નની એન્જિનિરીંગ કોલેજમાં 2015 થી 2017 સુધી ભણ્યો હતો. ત્યાર પછી કોમર્શિયલ એરલાઇનમાં કો-પાયલોટ તરીકે જોડાયો હતો. પરંતુ આટલું ભણ્યો હોવા છતાં તેના મગજમાંથી કટ્ટરવાદ ગયો ન હતો, પરિણામે તે કોઈ ગજબ તકની જ રાહ જોતો હતો.









