તમે જાણ્યુ કે નહી? અજય દેવગણની દ્રશ્યમ-3નું રાઝ

વિજય સાલગાંવકર પોતાના પરિવારને બચાવવા માટે કેવી તરકીબો કરે છે, તે અંગેના રાઝ પર પર્દો ઉંચકાઈ ગયો છે. વિજય સાલગાંવકર પોતાના પરિવારને દુશ્મનથી બચાવી શકે છે કે નહી કે પછી એક દાયકાથી વધારે સમય સુધી છૂપાવેલુ સત્ય બહાર આવે છે તે અંગે સસ્પેન્સ હવે બહાર આવી ગયુ છે. ફિલ્મની સ્ટોરીસ, એડવાન્સ બુકિંગ સાથે સ્ટાર્સની ફી પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે.

આ ફિલ્મ 2022ની ‘દ્રશ્યમ 2’ની કહાણીને આગળ ધપાવે છે. પૂર્વ આઈજી મીરા દેશમુખના આત્મહત્યાના પ્રયાસ બાદ, ક્રાઈમ બ્રાન્ચના એસપી રાજવીર સિંહ તોમાર કેસ ફરી ખોલે છે. વિજય સાલગાંવકર અને તેનો પરિવાર ફરી પોલીસના ચક્કરમાં ફસાય છે. ‘શબ્દો જુઠ્ઠાણું છુપવાની જગ્યા શોધી લે છે, પરંતુ દ્રશ્ય ક્યારેય જૂઠું બોલતા નથી’ – આ જ વિચાર સાથે વર્ષ 2015માં ગોવાના વિજય સાલગાંવકરે એક એવી રમત રમી હતી જેનાથી આખી પોલીસ અને સિસ્ટમ હલી ગઈ હતી. હવે આ જ રોમાંચક ચક્રવ્યૂહ સાથે વિજય ફરી વાર પડદા પર ઉતર્યો છે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દ્રશ્યમમાં અજય દેવગણને સૌથી વધુ ફી મળી

દ્રશ્યમ, સિંઘમ કે ગોલમાલ, આ તમામ ફિલ્મોમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. દ્રશ્યમ-3માં અજય દેવગણ સાથે તબ્બૂ, શ્રીયા સરન, ઈશિતા દત્તા, જયદીપ આહલાવત અને પ્રકાશ રાજ મહત્વની ભૂમિકામાં છે. દમદાર એક્ટર્સ અને દમદાર કલાકારો પોતાની એક્ટિંગ સ્કિલ્સનો જાદૂ પાથરો દર્શકો સામે રાઝ પરથી પડદો હટાવશે. ફિલ્મમાં અજય દેવગણે વિજય સાંલગાવકરના પાત્ર માટે જીવ રેડી દીધો હતો અને તેના પાત્રને ખ્યાતનામ બનાવ્યુ હતુ. પરિણામે દર્શકો ફરીથી અજયને વિજય સાંલગાવકરના રૂપમાં જોવા માટે આતુર છે. મુખ્ય ભૂમિકામાં રહેલા અજય દેવગણને તમામ કલાકારોમાં સૌથી વધુ ફી મળી છે. રિપોર્ટ પ્રમાણે અજય દેવગણે દ્રશ્યમ 3 માટે 20 કરોડ રૂપિયા સુધીની ફી લીધી છે.

ફિલ્મમાં તબ્બૂને 2 કરોડ ફી મળી

વિજય સાંલગાવકરના સત્યને શોધવા માટે મથતી પોલીસ અધિકારી મીરા દેશમુખ એટલે કે તબ્બૂએ દ્રશ્યમ-3 માટે 2 કરોડ સુધીની ફી લીધી છે.

શ્રીયા સરન, ઈશિતા દત્તાએ ઓછી ફી વસૂલી

ફિલ્મમાં વિજય સાંલગાવકરની પત્ની નંદિની એટલે કે શ્રીયા સરન અને વિજય સાંલગાવકરની પુત્રીની ભૂમિકા ભજવનાર ઈશિતા દત્તાને એક કરોડ અને 50 થી 80 લાખ સુધીની ફી આપવામાં આવી છે.

દ્રશ્યમ-3માં પ્રકાશ રાજ અને જયદીપ આહલાવતની એન્ટ્રીથી વધ્યો રોમાંચ

આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પ્રકાશ રાજ અને જયદીપ આહલાવતની એન્ટ્રીએ ફિલ્મ અંગે ઉત્સુકતા ઓર વધારી દીધી છે. ધુરંધર હિટ થતા અક્ષય ખન્નાએ દ્રશ્યમ પડતી મુકી હતી અને તેને સ્થાને જયદીપ આહલાવતને લેવામાં આવ્યા. બંનેની ફી અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.

Join WhatsApp

Join Now

Leave a Comment