Visegrád Group India permanent membership: ન્યૂયોર્કમાં UNની જનરલ અસેમ્બ્લી યોજાઈ રહી છે. વિશ્વના મોટા ભાગના દેશના રાષ્ટ્રપતિઓ, વિદેશ મંત્રીઓ તથા સચિવો સાથે ન્યૂયોર્ક બેઠકમાં ભાગ લેવા પધારી ચૂક્યા છે. ત્યારે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર પણ ન્યૂયોર્ક પહોંચ્યા છે. UN ની જનરલ અસેમ્બ્લીમાં ભાગ લેવા માટે. UN માં ભારતને કાયમી સભ્ય પદ અપાવવા માટે V4 દેશોએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે બેઠક યોજી છે. V4 દેશોમાં ચેક રિપ્બ્લિક, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયાનો સમાવેશ થાય છે.
શું કહ્યુ એસ. જયશંકર અને V4 દેશોએ બેઠકમાં ?
વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે V4 દેશો સાથે ભારતના રાજદ્વારી સંબંધો ખૂબ સારા છે. આ તમામ દેશો ખૂબ મજબૂત છે અને તેઓ ઔદ્યોગિક વ્યવસ્થા, ટેક્નોલોજી અને ઈનોવેશન તમામ ક્ષેત્રોમાં મજબૂત છે. V4 દેશના વિદેશમંત્રીઓ સાથેની પહેલી બેઠકમાં એસ.જયશંકરે રાજનીતિક, આર્થિક અને રક્ષા સહયોગ જેવી બાબતો પર ચર્ચા કરી અને ભવિષ્યમાં થતા આ વિષયને લગતા કરાર માટે તમામ દેશોએ હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આ બેઠકને ઐતિહાસિક ગણાવી હતી. આ બેઠકમાં દર વર્ષે વિદેશ મંત્રીઓની મુલાકાત અને પરસ્પર વેપાર વધારવા અંગે પણ ખાતરી આપી છે. V4 દેશોએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટેના પ્રસ્તાવને પણ સમર્થન આપ્યુ. બેઠક બાદ સ્લોવાકિયાના વિદેશમંત્રી જુરાજ બ્લાનારે જણાવ્યુ હતુ કે તમામ દેશ ભારતની માંગ સાથે હકારાત્મક વલણ રાખે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ભારત ગ્લોબલ સાઉથનો હિસ્સો છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વિકસતી મહાશક્તિ છે. આ જ કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને કાયમી સભ્યપદ મળવુ જોઈએ. ચારે દેશોએ ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યુ છે.
યુરોપમાંથી આ પ્રકારનું સમર્થન ભારત માટે મહત્વનું
V4 દેશો દ્વારા મળેલા સમર્થનને વિદેશમંત્રી એસ.જયશંકરે ઐતિહાસિક ગણાવ્યુ હતુ. આ સમર્થન ભારતને કૂટનીતિક રીતે લાભ કરાવી શકે તેમ છે. તમામ વિદેશમંત્રીઓ દર વર્ષે મુલાકાત કરે તો વેપાર અને રોકાણ વધારવા માટેની ઉત્તમ તક બની રહેશે. ટેક્નોલોજી અને ઈનોવેશન, ડિફેન્સ અને સુરક્ષા, સપ્લાય ચેન અને મેન્યુફેક્ચરીંગ, શિક્ષણ-મોબિલિટી વગેરે વિવિધ ક્ષેત્રોએ નવી તકો ખુલી શકે છે.
કાયમી સભ્યપદ માટે ચીનનું જ સમર્થન નહી
ભારતને પહેલેથી જ US, Russia, France, UK જેવા મોટા શક્તિશાળી દેશોનું સમર્થન છે. China એ હજુ સુધી સ્પષ્ટ સમર્થન આપ્યું નથી, જે કાયમી સભ્યપદ મેળવવા માટેનો સૌથી મોટો અવરોધ છે. UNSCમાં કોઈપણ ફેરફાર માટે UN Charterમાં સુધારા જરૂરી છે, જે માટે 2/3 સભ્યોની મંજૂરી અને તમામ P5 દેશોની સંમતિ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં 15 સભ્ય દેશો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાયી સભ્ય છે.












