ભારત સરકારે નિકાસ કરવામાં આવતા પેટ્રોલ, ડઝલ અને જેટ ફ્યુઅલ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 16 સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. માત્ર નિકાસ પર જ આ ઘટાડો લાગુ પડે છે. ઘરેલુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઘટાડાથી ભારતીય રિફાઈનરી કંપનીઓનો ખર્ચ ઘટશે અને વિદેશી બજારમાં ફાયદો થશે.
નવી નિકાસ ડ્યુટી
- ડીઝલ નિકાસ ટેક્સ: ₹25 → ₹20 પ્રતિ લિટર
- ATF નિકાસ ટેક્સ: ₹19 → ₹15 પ્રતિ લિટર
- પેટ્રોલ નિકાસ ટેક્સ: ₹1.5 → ₹0.5 પ્રતિ લિટર
આ નિર્ણય વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ફેરફારો અને નિકાસકર્તા કંપનીઓને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે.
વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવાનો સરકારનો હેતુ
ભારત સરકારે વૈશ્વિક બજારમાં ભાવ વધારાના કારણે નિકાસ પર નિયંત્રણ આવી શકે તે માટે વિન્ડફોલ ટેક્સના ભાવમાં ઘટાડો કર્યાનું નાણા મંત્રાલયે સૂચવ્યુ હતુ. આ પગલુ લેવાનું મહત્વનો હેતુ દેશમાં જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે છે. આ ઉપરાંત નિકાસ કરકતી કંપનીઓને ટેક્સ ઘટાડાથી માર્જિનમાં સુધારો પણ મળી શકે છે તેથી રિફાઈનર્સને રાહત મળશે. મોંઘવારી પર આ ઘટાડાની તાત્કાલિક કોઈ અસર થશે નહી, તદુપરાંત પેટ્રોલ-ડીઝલના પંપ ભાવમાં પણ કોઈ સીધી રાહત નહી થાય.
બજારમાં શું સ્થિતિ થશે ?
મધ્યપૂર્વમાં વધતા તણાવની સ્થિતિ અને સપ્લાયમાં અવરોધને જોતા દર બે સપ્તાહમાં સમીક્ષા યથાવત રહેશે. આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થાય તો વધુ રાહત મળી શકે તેવુ નાણા મંત્રાલયનું અનુમાન છે. ભારતના મોટા રિફાઈનર્સ જેમ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને HPCL માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે. નિકાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો થવાથી તેમની નફાકારકતા વધશે.
ભારત માટે energy security મોટો પડકાર
યુક્રેન યુદ્ધ, મધ્યપૂર્વના તણાવ અને OPEC+ દેશોની ઉત્પાદન નીતિઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળે છે. ભારત જેવા મોટા આયાતકર્તા દેશ માટે energy security એક મોટો પડકાર છે. સરકારનો આ નિર્ણય નિકાસકર્તા કંપનીઓને રાહત આપે છે, પરંતુ ભારતીય ગ્રાહકોને સીધી અસર નહીં કરે. પેટ્રોલ–ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી, કારણ કે આ ફેરફાર માત્ર નિકાસ પર લાગુ પડે છે.
વિન્ડફોલ ટેક્સ શું છે?
વિન્ડફોલ ટેક્સ એ એવો કર છે જે સરકાર તે સમયે વસૂલ કરે છે જ્યારે કોઈ કંપનીને અચાનક વધેલા નફા મળે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ગેસ ક્ષેત્રમાં, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી જાય ત્યારે રિફાઈનર્સ અને નિકાસકર્તાઓને વધારે નફો થાય છે. આ વધારાના નફાને નિયંત્રિત કરવા માટે સરકાર વિન્ડફોલ ટેક્સ લગાવે છે. ફ્યુઅલ સેક્ટરમાં તેનો મોટો ઉપયોગ થાય છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ અથવા રિફાઇનિંગ માર્જિન ઝડપથી વધે છે, ત્યારે ઓઇલ કંપનીઓ દેશમાં વેચવાને બદલે બહાર નિકાસ કરીને મોટો નફો કમાય છે. આને નિયંત્રિત કરવા માટે સરકાર આ ટેક્સ વધારી દે છે.
ભારતમાં વિન્ડફોલ ટેક્સ ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવ્યો હતો?
વિન્ડફોલ ટેક્સ સૌપ્રથમ 1 જુલાઈ 2022ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેને 2 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થાનિક બજારમાં ઇંધણની અછત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, સરકારે ફરીથી 27 માર્ચ 2026ના રોજ આ નિકાસ ડ્યુટી લાગુ કરી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રિફાઇનિંગ કંપનીઓ દ્વારા વૈશ્વિક બજારમાં મળતા અતિશય નફા પર ટેક્સ લગાવવાનો અને દેશની અંદર ઇંધણનો પર્યાપ્ત સ્ટોક જાળવી રાખવાનો હતો.














