By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: Instagram Algorithm Update: હવે યુઝર્સ જાતે બદલી શકશે ફીડ અને રીલ્સનું એલ્ગોરિધમ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Technology > Instagram Algorithm Update: હવે યુઝર્સ જાતે બદલી શકશે ફીડ અને રીલ્સનું એલ્ગોરિધમ
Technology

Instagram Algorithm Update: હવે યુઝર્સ જાતે બદલી શકશે ફીડ અને રીલ્સનું એલ્ગોરિધમ

newsgujarat
Last updated: 2026/06/29 at 7:57 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
instagram-algorithm-update-your-algorithm-tool-feed-reels-control
હવે યુઝર્સ જાતે બદલી શકશે ફીડ અને રીલ્સનું એલ્ગોરિધમ
SHARE

Instagram તેના યુઝર્સ માટે એક મોટું અપડેટ લાવી રહ્યું છે. Instagram એના એલ્ગોરિધમમાં એવો ફેરફાર કરી રહ્યું છે, જેના કારણે યુઝર્સ પોતે નક્કી કરી શકશે કે તેમને ફીડ અને રીલ્સમાં કેવું કન્ટેન્ટ જોવું છે. 

Instagramના હેડ Adam Mosseri એ Your Algorithm નામના નવા ટૂલ વિશે માહિતી આપી છે. યુઝર્સ આ ટૂલની મદદથી Instagramના એલ્ગોરિધમને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકશે. એટલે કે, હવે એપ તમને જબરદસ્તી એ જ પ્રકારના વીડિયો અથવા પોસ્ટ બતાવતી રહેશે એવું જરૂરી નહીં રહે..

શું છે ‘Your Algorithm’ ફીચર?

Your Algorithm ફીચર દ્વારા યુઝર્સ જોઈ શકશે કે Instagram તેમના વિશે કયા Topics માં રસ હોવાનું માને છે. ત્યારબાદ યુઝર્સ તે topics બદલી શકશે, દૂર કરી શકશે અથવા પોતાની પસંદગી મુજબ ફીડ અને રીલ્સને વધુ પર્સનલાઇઝ કરી શકશે. સરળ ભાષામાં કહીએ તો, Instagram હવે માત્ર તમારા Clicks અને watch time પરથી જ કન્ટેન્ટ બતાવવાનું નહીં, પણ તમને સીધું પૂછવાનું પણ શરૂ કરશે કે તમને ખરેખર શું જોવું છે.

ફીડમાંથી જ બદલાશે એલ્ગોરિધમ

આ નવા અપડેટથી યુઝર્સને પોતાની પસંદગી બદલવા માટે વારંવાર settingsમાં જવાની જરૂર નહિ પડે. આ અપડેટની મદદથી યુઝર્સ સીધા હોમ ફીડ અથવા રીલ્સ જોતી વખતે જ પોતાના એલ્ગોરિધમમાં ફેરફાર કરી શકે.

અપકમિંગ પ્રિવ્યૂ મુજબ યુઝર્સ જ્યારે હોમ ફીડમાં હશે ત્યારે તેઓ પોતાના algorithm topics જોઈ શકશે અને તેમાં ફેરફાર કરી શકશે. આ ફેરફાર બાદ Instagram તે મુજબ વધુ સંબંધિત કન્ટેન્ટ બતાવવાનો પ્રયાસ કરશે.

રીલ્સ જોતી વખતે મળશે રીયલ-ટાઇમ કંટ્રોલ

Instagram રીલ્સ માટે પણ વધુ સ્માર્ટ કંટ્રોલ પર કામ કરી રહ્યું છે. રીલ જોતી વખતે યુઝર્સ તરત જ નક્કી કરી શકશે કે તેમને આવા પ્રકારના વીડિયો વધુ જોવા છે કે ઓછા.

આ માટે Instagram નવા કંટ્રોલ બટન્સ અને રીયલ-ટાઇમ ટ્યુનિંગ જેવા ફીચર્સ ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર્સથી યુઝર્સની રીલ્સ ફીડ વધુ ઝડપથી બદલાઈ શકે છે અને બિનજરૂરી કન્ટેન્ટ ઘટી શકે છે.

યુઝર્સ લાંબા સમયથી કરી રહ્યા હતા ફરિયાદ

છેલ્લા ઘણા સમયથી Instagram યુઝર્સની સૌથી મોટી ફરિયાદ એ હતી કે એપ તેમને તેમની પસંદગીના લોકોની પોસ્ટ કરતાં અજાણ્યા creators અને random reels વધુ બતાવે છે. ઘણા યુઝર્સ ઈચ્છતા હતા કે Instagram તેમને એવા લોકોની પોસ્ટ વધારે બતાવે જેમને તેઓ follow કરે છે.

આ જ ફરિયાદને ધ્યાનમાં રાખીને Instagram હવે એલ્ગોરિધમને વધુ પારદર્શક અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ‘Your Algorithm’ ફીચર એ જ દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article anant-ambani-tirupati-balaji-donation-25-electric-buses અનંત અંબાણી તિરૂપતિ બાલાજીના શરણે, દર્શન બાદ 27.5 કરોડની મોંઘી ભેટ આપી
Next Article whatsapp-username-feature-without-sharing-mobile-number-privacy-update WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
youtube-shorts-new-features-clear-mode-double-speed-update-yt-Shorts-features
Technology

YouTube Shorts માં આવ્યા મોટા ફેરફારો: હવે વીડિયો જોવાની મજા આવશે બમણી! જાણો નવા ફીચર્સ

2 Min Read
ios-27-trust-insights-iphone-scam-protection-feature
Technology

iOS 27 Trust Insights: iPhoneમાં આવશે સ્કેમ એલર્ટ ફીચર, ફ્રોડ થતા પહેલાં જ બચાવશે iOS 27

4 Min Read
unused-apps-risk-smartphone-privacy-banking-data-security
Technology

ફોનમાં પડેલી નકામી એપ્સ પ્રાઇવસી અને બેંકિંગ ડેટા માટે બની શકે છે મોટું જોખમ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?