ઈરાને 200 વર્ષમાં કોઈ પર હુમલો નથી કર્યો :પઝેશ્કિયાનનું UN માં ભાષણ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્રસભાની જનરલ અસેમ્બ્લીમાં ભાષણ આપવા પહોંચ્યા હતા. પ્રતિબંધો સાથે પહોંચેલા ઈરાની રાષ્ટ્રપતિએ પોતાના ભાષણ દરમિયાન ગરમજોશીથી ઈરાન પર થયેલા હુમલાઓની વાત કરી હતી. તેઓ પોતાની સાથે મૃત્યુ પામેલા ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીના ફોટો લઈને પહોંચ્યા હતા.

અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જે મંચ પરથી ઈરાનને આતંકવાદી ગણાવ્યુ હતુ, તે જ મંચ પરથી ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પઝેશ્કિયાને ટ્રમ્પ પર વળતો પ્રહાર કર્યો હતો. પઝેશ્કિયાને જણાવ્યુ હતુ, કે અમે છેલ્લા 200 વર્ષોમાં કોઈ દેશો પર હુમલો નથી કર્યો, તો અમે આતંકવાદી કઈ રીતે હોઈ શકીએ ? અમે અમેરિકાના આતંકવાદનો શિકાર બન્યા છે. મહત્વની વાત એ છે કે મસૂદ પઝેશ્કિયાનનું ભાષણ ચાલુ હતુ તે જ સમયે ઓમાનના દરિયા કિનારા નજીક હોર્મુઝમાં એક જહાજ પર બે ટોરપીડો દ્વારા હુમલો કરવામાં આવતા ભારતીય ખલાસી સૂરજ યાદવનું મોત થયુ હતુ અને અન્ય 20 ને ઈજા પહોંચી છે.

પઝેશ્કિયાન પોતાની સાથે તસવીરો લાવ્યા હતા

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને પોતાના ભાષણમાં આયાતુલ્લા ખામેનીના મોતનો ઉલ્લેખ કર્યો હતો, ઈરાનમાં અમેરિકા દ્વારા થયેલા હુમલામાં ફેબ્રુઆરી માસમાં 150 વિદ્યાર્થિનીઓના મોત થયા, તે અંગેની પણ તસવીરો લાવ્યા હતા. પોતાના ભાષણમાં પઝેશ્કિયાને જણાવ્યુ હતુ કે “હું એવા ઈરાનમાંથી આવ્યો છુ, જેના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીની હત્યા કરવામાં આવી છે.” ઈરાનની મીનાબ સ્કુલ પર હુમલાની તસવીરો બતાવી હતી. “અમારી સ્કુલ પર હુમલો કરવામાં આવ્યો. આ એ બાળકો છે જે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હુમલામાં માર્યા ગયા હતા, આ બાળકોએ કોઈ ગુનો નથી કર્યો.” જો કે ઈરાનના પ્રમુખનું ભાષણ ચાલુ હતુ ત્યારે જ અમેરિકી પ્રતિનિધિઓ હોલ છોડીને ચાલ્યા ગયા હતા.    

ઈરાને પરમાણુ હથિયાર અંગે વલણ સ્પષ્ટ કર્યુ

મસૂદ પઝેશ્કિયાને પોતાના ભાષણમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમો અંગે વલણ સ્પષ્ટ કર્યુ છે. અમેરિકાના ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના આરોપ પર પઝેશ્કિયાને જવાબ આપ્યો છે કે “ઈરાન પરમાણુ હથિયારો નથી ઈચ્છતુ પરંતુ શાંતિપૂર્ણ પરમાણુ ટેક્નોલોજીનો અધિકાર છોડશે નહી.”  ટ્રમ્પની ધમકી પર ઈરાને જવાબ આપ્યો હતો કે કોઈ ધમકાવશે તો બિલકુલ વાત નહી કરીએ.

Join WhatsApp

Join Now

Leave a Comment