ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ 2026 ની સંસદીય ચૂંટણીમાં પોતાનાં જમણેરી ગઠબંધનને બહુમતી મળી ન હોવા છતાં, સત્તા પર રહેવા માટે, એક જુદો માર્ગ શોધી રહ્યા છે. જેરૂસલેમ પોસ્ટના જણાવ્યા પ્રમાણે તેઓ વિપક્ષી નેતા ગાદી આઈઝેનકોટને સાથે રાખી રાષ્ટ્રીય યુનિટી સરકાર રચવા વિચારી રહ્યા છે. નેતન્યાહૂનું પારંપરિક ગઠબંધન એકલે હાથે સરકાર રચી શકે તેમ નથી.
120 સભ્યોની નેસેટ (સંસદ)માં નેતન્યાહુનાં જમણેરી જૂથને 53 સીટ મળવાનું અનુમાન છે. આઈઝેન કોટનાં નેતૃત્વ નીચેનાં વિપક્ષી જૂથને 48 સીટ મળી શકે તેમ છે. અરબ નેતાઓ વાળી પાર્ટીઓએ કુલ 19 સીટો મળવા સંભવ છે. સરકાર રચવા માટે ઓછામાં ઓછી 61 સીટો જરૂરી છે. આ સ્થિતિમાં કોઈ પણ પાર્ટી એકલે હાથે સરકાર રચી શકે તેમ નથી. તેથી ગઠબંધનની મુશ્કેલીઓ વધી છે.
હવે નેતન્યાહુના નિકટવર્તીઓ એક એવી વ્યવસ્થા વિચારી રહ્યા છે કે જેમાં આઈઝેનકોટ પણ સરકારમાં રહે. જોકે, આઈઝેનકોટે હજી પોતાનું મન ખોલ્યું નથી. બીજી વાત તે પણ છે કે તેઓ પહેલાં પણ કહી ચુક્યા છે કે તેઓ નેતન્યાહુના હાથ નીચે કામ કરવા તૈયાર નથી. આમ છતાં બે સંભવિત વ્યવસ્થા વિચારાઈ રહી છે.
પહેલી વ્યવસ્થા તે છે કે નેતન્યાહુ કાર્યકાળના પહેલા ભાગમાં એટલે કે બે વર્ષ સુધી વડાપ્રધાન રહે તે પછી આઈઝેનકોટ વડાપ્રધાન પદે રહે. બીજો વિકલ્પ તે છે કે નેતન્યાહુ જ સંસદના પૂરા કાર્યકાળ સુધી વડાપ્રધાન પદે રહે અને આઈઝેનકોટને મહત્વનાં ખાતાંઓ અપાય. બંને વિકલ્પમાં આઈઝેનકોટને મહત્વનું સ્થાન તો મળવાનું જ છે. આ રીતે નવી સરકાર રચવા પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રસ્તાવિત સરકારમાં શરૂમાં નેતન્યાહુ આઈઝેનકોટ, ઇતામાર બેન-ગ્વિવર અને વેજલેવ સ્મોટ્રિચ સામેલ રહી શકે. અતિ રૂઢિવાદી (અલ્ટ્રા ઓર્થોડોક્સ) પાર્ટીઓને સરકારની બહાર રાખવામાં આવે. આ નિર્ણય સૈન્ય ભરતી સાથે જોડાયેલો છે. આ અતિ-રૂઢિવાદી પુરૂષોને લાંબા સમય માટે યહૂદી પુરૂષોને સેનામાં રાખવા તે મતના છે. નેતન્યાહુના નિકટવર્તીઓ કહે છે કે અલ્ટ્રા-ઓર્થોડોક્સને સરકારમાં બધા સિવાય જ ભરતી અંગેનો કાનૂન પસાર કરી શકાય. પછી જો જરૂર પડે તો અલ્ટ્રા-ઓર્થોડોક્સને સરકારમાં લઈ શકાય.
છેલ્લો વિકલ્પ તેવો પણ વિચારાયો છે કે અનિવાર્ય ન જ લાગે તો પ્રમુખ આઈઝેક હર્ઝોગ સત્તાવાર પરિણામો જાહેર થયા પછી દરેક પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરે અને નિશ્ચય કરે કે કઈ પાર્ટી સરકાર રચવા સમર્થ છે. ત્યાં સુધી નેતન્યાહુ કાર્યવાહક વડાપ્રધાન બની રહે. કોઈ ગઠબંધન સરકાર રચી જ શકે નહીં તો ઇઝરાયલમાં ફેર ચૂંટણી જ યોજવી પડે. તે સિવાય કોઈ વિકલ્પ નથી. જોકે નેતન્યાહુ આરબ પાર્ટીઓનો સાથ લેશે જ નહીં તે નિશ્ચિત છે. આરબ પાર્ટીઓની ભૂમિકા અત્યારે ઇઝરાયલનાં રાજકારણમાં કેન્દ્રમાં રહેલી છે








