દારૂબંધી વચ્ચે નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ, શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 19ના મોત

નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 19 ના મોત થયાની ખબર સામે આવી છે. અચાનક સફાળી જાગેલી નાગાલેન્ડ સરકારે તાબડતોબ SITની રચના કરી તપાસ શરૂ કરી છે. મોકોકચુંગ અને તુએસાંગ જિલ્લામાં સૌથી વધારે મોત થયા છે. તુએસાંગમાં 11 અને મોકોકચુંગમાં 8 ના મોત થયા છે. મૃતકોએ ઝેરી અથવા નકલી દારૂ પીધો હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

નાગાલેન્ડમાં 1990 થી દારૂબંધી

દારૂબંધી હોય ત્યાં લઠ્ઠાકાંડના બનાવો અવાર-નવાર સામે આવતા રહે છે. નાગાલેન્ડમાં 1990 થી દારૂબંધી છે. છતાં, લઠ્ઠાકાંડને લઈ પોલીસ અને કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. નાગાલેન્ડમાં બે જિલ્લામાં શંકાસ્પદ ઝેરી અથવા નકલી દારૂના કારણએ 19ના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. તપાસ અધિકારીએ જણાવ્યુ છે કે મૃત્યુના કારણ જાણવા માટે સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે નમૂના ગોવાહાટી મોકલવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસે કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ ગતિવિધિઓ જણાતા 19 લોકોની ધરપકડ પણ કરી છે અને તેઓ પાસેથી 3000 થી વધુ બોટલ દારૂ મળી આવ્યો હતો.

પોલીસે લોકોને દારૂથી દૂર રહેવાની અપીલ કરી

લેબલ વગરની, શંકાસ્પદ દારૂની બોટલ લીધી હોય અને તેમાંથી પીધુ હોય તો તાત્કાલિક સારવાર કરાવવાની પોલીસે સલાહ આપી છે. કાયદો વ્યવસ્થા છતાં પોલીસે સ્થાનિકોને દારૂ ન પીવાની અપીલ કરી છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ચક્કર આવવા, કે દ્રષ્ટિમાં સમસ્યા થવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા માટે જણાવ્યુ છે.  

દારૂબંધી સામે સુપ્રીમ કોર્ટે પણ સવાલ ઉઠાવ્યા હતા

તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ દારૂબંધીને લઈ સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અવાર-નવાર થતાં લઠ્ઠાકાંડનું ઉદાહરણ આપીને કહ્યુ હતુ કે શું મળ્યુ દારૂબંધીથી ?

Join WhatsApp

Join Now

Leave a Comment