સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લૉન્ચ થવાની તૈયારીમાં

ગુગલે ભારતમાં 2000ના દાયકામાં અતિ પ્રચલિત થયેલા સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટને રિલૉન્ચ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ઓરકૂટના ફાઉન્ડર ઓરકૂટ બ્યુયુકોકટને આ અભિયાન શરૂ કર્યુ છે. ઓરકૂટના ફાઉન્ડરે AI અને અલ્ગોરિધમ્સને બદલે માનવ સંબંધો પર આધારિત નેટવર્ક બનાવવા અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધી વિશ્વના ઘણા દેશોએ તેમને સમર્થન આપ્યુ છે. ઓરકૂટ વર્ષ 2004 માં શરૂ થયુ હતુ અને 2014માં બંધ કરવામાં આવ્યુ હતુ,

115 દેશોના લોકોએ ઓરકૂટ શરૂ કરવા માટે સમર્થન આપ્યુ છે. વર્ષ 2004માં જ્યારે ઓરકૂટ શરૂ થયુ હતુ ત્યારે ભારત અને બ્રાઝિલમાં ખૂબ પ્રચલિત હતુ. કમ્યુનિટીઝ, ટેસ્ટિમોનિયલ્સ અને સ્ક્રેપ્સ જેવી સર્વિસ તેની ઓળખ બની હતી. ગૂગલે 2014માં તેને બંધ કરવાની જાહેરાત કરી હતી. વિશ્વનો 55 ટકાથી વધુ ટ્રાફિક બ્રાઝિલમાંથી મળતો હતો. ભારતમાંથી પણ 18 ટકા જેટલો ટ્રાફિક ઓરકૂટને મળતો હતો.

એ સમયે ઓરકૂટમાં અટ્રેક્ટિંગ ફિચર્સ હતા, જેમાં સ્ક્રેપ્સ, ટેસ્ટિમોનિયલ્સ, કમ્યુનિટિસ, ક્રશ લિસ્ટ અને પ્રોફાઈલ રેટિંગનો સમાવેશ થતો હતો. મેસેજિંગ માટે, એક વિષયમાં રસ ધરાવતા લોકોના જોડાણ માટે ઓરકૂટનો લોકો સૌથી વધારે ઉપયોગ કરતા હતા.

ઓરકૂટને થોડા વર્ષોની પ્રશંસા બાદ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફેક પ્રોફાઈલ અને સ્પામ વધી ગયા હતા. હેટ સ્પિચ અને ગેરકાયદે સામગ્રીઓ વધવા લાગી હતી. કેટલીક ટેકનિકલ સમસ્યાઓ પણ ઉદ્ભવી હતી. ફેસબુક અને અન્ય નેટવર્કિંગની સમસ્યાઓના કારણે ઓરકૂટ બંધ કરવાનો વખત આવ્યો હતો. ઈનોવેશનની અછત, મોબાઈલ યુઝર્સ માટે પ્રતિકુળતા તેમજ કાયદાકીય દબાણના કારણે ઓરકૂટ બંધ કરવાનો વારો આવ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment