Pakistan Afghanistan conflict news : પાકિસ્તાન હાલમાં હાથ ધોઈને અફઘાનિસ્તાન પાછળ પડ્યુ હોય એમ લાગી રહ્યુ છે. 7 દિવસ પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનના 10 સ્થળોએ હુમલા કર્યા હતા અને હવે ફરીથી અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે, જેમાં 9 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંદ પ્રાંતમાં હુમલો થયો હતો.
તાલિબાન સરકારે જાહેર કરેલ માહિતી પ્રમાણે, પાકિસ્તાની હુમલામાં કેટલાય ઘર નષ્ટ થયા છે. મુજાહિદે પાકિસ્તાન દ્વારા કરેલી એરસ્ટ્રાઈકની ઘોર નિંદા કરી છે. પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઈકને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યુ હતુ. આ પહેલાં પાકિસ્તાને 7 દિવસ પહેલાં પણ 10 સ્થળોએ હુમલા કર્યા હતા.
પાકિસ્તાન પ્રમાણે તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનના લડાકુઓએ અફઘાનિસ્તાનના પક્તિયા અને નંગરહાર પ્રાંતોથી પાકિસ્તાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સરહજ પર બંને પક્ષોએ ભારે ગોળીબારી પણ કરી હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ડ્રોન મોકલવાનો આરોપ લગાવ્યો હતો, જેને તાલિબાન સરકારે નકારી કાઢ્યા હતા.
સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા, ત્યારે અફઘાન સરકારે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા આ હુમલામાં અફઘાન નાગરિકો પણ માર્યા ગયા છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા, સરહદ અને આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના આરોપ છે કે તહરીક-એ-પાકિસ્તાનના લડાકુઓ પાકિસ્તાનમાં જ હાજર રહીને પાકિસ્તાનમાં જ હુમલાઓની યોજના બનાવે છે. TTP ની સ્થાપના 2007માં થઈ હતી, આ સંગઠન પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ લડે છે. 2001 માં અમેરિકાના અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન દરમિયાન પાકિસ્તાને અમેરિકાને સમર્થન આપ્યુ હતુ, તે બાદથી TTP પાકિસ્તાનને પોતાનો દુશ્મન માની લીધુ છે અને તેના વિરુદ્ધ હુમલાઓ કરે છે. TTP પર હજારો પાકિસ્તાનીઓની હત્યાનો આરોપ છે. 2007 માં બેનઝીર ભુટ્ટોની હત્યામાં TTP નો હાથ હોવાનો પાકિસ્તાની સરકારે આરોપ લગાવ્યો હતો. વળતા જવાબમાં TTP એ પાકિસ્તાનના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. 2012 માં મલાલા યુસુફઝઈને માથામાં ગોળી મારી હતી. વર્ષ 2014માં પેશાવરમાં આર્મી સ્કૂલ પર ભયાનક હુમલો કર્યો હતો, જેમાં 131 બાળકો સહિત 150 ના મોત થયા હતા. ઓગસ્ટ 2021 બાદ TTP દ્વારા હુમલાની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો છે.









