પાકિસ્તાનમાં સ્કુલની છત ધરાશાયી થતા 29 બાળકોના મોત

પાકિસ્તાનના પેશાવરમાં ખાનગી સ્કુલની છત ધરાશાયી થવાની ઘટનામાં થઈ છે, આ ઘટનામાં 29 બાળકોના મોત થયા છે. સ્કુલ શિક્ષક સહિત 29 બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પેશાવરના દિર કોલોની વિસ્તારમાં બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે. દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા બાળકો અને શિક્ષકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતકોમાં તમામ બાળકો 13 વર્ષની વયના હોવાનો ખુલાસો થયો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુશ્કેલ સમયમાં તેમને મદદ મળી રહે તે માટે અલ્લાહને પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને શક્ય તમામ મદદ પહોંચાડવા માટેના આદેશ આપ્યા છે.

પાકિસ્તાનમાં ઘણા સમયથી શાળાઓમાં છત ધરાશાયી થવાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. સુરક્ષા ધોરણોની અવગણના તેનું સૌથી મોટુ કારણ છે. બાંધકામમાં હલકી ગુણવત્તાના સામાનનો ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઉમરકોટ પ્રાંતમાં જૂલાઈમાં સરકારી સ્કુલની બહારની દીવાલ ધરાશાયી થતા 3 બાળકીના મોત થયા હતા. લાહોરમાં જૂલાઈમાસમાં જ નિર્માણાધીન ખાનગી સ્કુલની છત ધરાશાયી થતા એક બાળકનું મોત થયુ હતુ. લાહોરમાં કહના વિસ્તારમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા 14 બાળકોના મોત થયા હતા. મે માસમાં ડેરા ગાઝી ખાન વિસ્તારમાં સ્કુલની છત ધરાશાયી થતા ચાર બાળકોના મોત થયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment