રશિયા અને અમેરિકા વચ્ચે ડિઝલ સપ્લાયને લઈ ડિલ, ઝેલેન્સ્કી ડીલ પર ભડક્યા

Russia US diesel deal: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે ડિઝલ સપ્લાય મુદ્દે ડીલ થઈ છે. બંને વચ્ચે ટેલિફોનિક વાત બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે રશિયા અમેરિકા અને ગ્લોબલ માર્કેટમાં 3 લાખ મેટ્રિક ટનથી વધુ ડિઝલનો જથ્થો સપ્લાય કરશે. રશિયા આ માટે સંમત થયુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઈટ ટ્રૂથ પર આ અંગે માહિતી આપી છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે મોસ્કો નવેમ્બરમાં 5 લાખ મેટ્રિક ટન અને ત્યારબાદ એક મિલિયન મેટ્રિક ટન ડિઝલનો જથ્થો સપ્લાય કરશે.

અમેરિકામાં આગામી મહિને મિડટર્મ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને ફ્યુઅલના વધતા ભાવને લઈને અમેરિકનો પહેલેથી જ ટ્રમ્પથી વિમુખ થઈ ગયા છે. તેથી નારાજ અમેરિકનોને મનાવવા અને મિડ ટર્મ જીતવા માટેના હવાતિયાના ભાગરૂપે ટ્રમ્પે અમેરિકનોને ડિઝલનું આ ગાજર પકડાવી દીધુ છે.

અમેરિકા અને રશિયાના આ ડિઝલ કરાર અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ તીખી પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યુ છે કે પુતિનને આ પ્રકારે ભેટ આપવાથી દુનિયાને ફાયદો નહી થાય, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વેચવાની પરવાનગી આપવાથી રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે વધારાનું ફંડ મળી જશે અને યુદ્ધ વધારે લાંબુ ખેંચાશે.

આ સમજૂતી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે યુક્રેનનું એક પ્રતિનિધિ મંડળ (ડેલિગેશન) રશિયા સાથેના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાની મુલાકાતે હતું. ઝેલેન્સ્કીએ આ પગલાને મજબૂત ભાગીદારો દ્વારા લેવાયેલો એક નબળો નિર્ણય ગણાવ્યો છે. તેમણે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મને લાગે છે કે મારી ટીમનો ઉપયોગ માત્ર એક મોહરા તરીકે કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી અને ભાગીદારોએ એકબીજા સાથે આવું વર્તન ન કરવું જોઈએ.’

યુક્રેન દ્વારા રશિયાની ડિઝલ રિફાઈનરીઓ પર હુમલો કરવાના કારણે દુનિયાભરમાં ડિઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે. મોસ્કોને ડિઝલની નિકાસ પર હાલ પૂરતી રોક લગાવવાની ફરજ પડી હતી. સાઉદી અરેબિયામાં પણ હુથીઓએ હુમલો કરીને ઈંધણના સપ્લાય પર બ્રેક લગાવ્યો હતો. મિડટર્મમાં ફાયદો ઉઠાવવા માટે અમેરિકાએ રશિયા પાસેથી ડિઝલ ખરીદવાનો નિર્ણય લીધો છે.  

Join WhatsApp

Join Now

Leave a Comment