સાઉદી અરામકો પર હુથીઓ દ્વારા બેલેસ્ટિક મિસાઈલથી હુમલો

Aramco headquarters missile strike: સાઉદી અરેબિયા અને યમનના હુથીઓ વચ્ચેનો સંઘર્ષ હવે વધતો જઈ રહ્યો છે. ઈરાન સમર્થિત યમનના હુથી વિદ્રોહીઓએ મંગળવારે સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી સાઉદી અરામકો પર બેલેસ્ટિક મિસાઈલથી ભીષણ હુમલો કરી દીધો છે, જેને લઈને સાઉદી અરેબિયા હચમચી ઉઠ્યુ છે. સાઉદી અરેબિયાના ધહરાન શહેરમાં આવેલી વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોના એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવ્યુ છે. હુમલાની ઘટના બાદ ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી, આ હુમલામાં કોઈ ઘાયલ થયુ નથી.

સાઉદી સમર્થિત સંગઠન દ્વારા યમનની રાજધાનીમાં હુમલો

સાઉદી અરેબિયાના નેતૃત્વ ધરાવતા સંગઠને મંગળવારે યમનની રાજધાની સનામાં અગાઉ હવાઈ હુમલા કર્યા હતા. સની પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના અલ મસિરા અને સ્થાનિક લોકોએ હુમલાની જાણકારી આપી હતી. હુમલા અગાઉ જ ગઠબંધને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ચેતાવણી આપી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે શહેરમાં કેટલાય કલાકો સુધી ધમાકાના અવાજો સંભળાયા કરતા હતા. યમનના ઓઈલ ઠેકાણાઓ પર પણ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.

ધહરાન પર છોડવામાં આવેલી મિસાઈલ નષ્ટ કર્યાનો દાવો

સાઉદી સંગઠને એવો પણ દાવો કર્યો છે કે ધહરાન ઉપર હુમલા માટે છોડવામાં આવેલી મિસાઈલના કેટલાક ટુકડા એક રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ પડ્યા છે. આ ઉપરાંત, સત્તાવાળાઓએ રાજધાની રિયાદ અને દેશના દક્ષિણી ભાગોમાં પણ હુથીઓની અનેક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ રોકીને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.

અરામકો સાઉદીની અર્થ વ્યવસ્થાનો મુખ્ય આધાર

સાઉદી અરામકોનું ક્ષતિગ્રસ્ત થયેલુ આ સંકુલ મુખ્ય ઓપરેશનલ હબ તરીકે કામ કરે છે. અરમકોના ઓઈલ, કુવા, પાઈપલાઈન, રિફાઈનરીઓ અને એક્સપોર્ટ ટર્મિનલ્સ સાઉદીની અર્થ વ્યવસ્થાનો મુખ્ય આધાર છે. અરામકો પર થયેલો આ હુમલો અત્યંત ગંભીર માનવામાં આવે છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ફરીથી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે.

ઈરાન દ્વારા સમાધાન માટે પ્રસ્તાવ

સાઉદી અરેબિયા સૈન્ય અભિયાન યથાવત રાખવા માટે અને હુથીઓની મિસાઈલ અને ડ્રોનનો સામનો કરવા માટે સહયોગી દેશ પાસેથી આર્થિક સહાયતા માંગી રહ્યુ છે. સાઉદીના સૌથી મોટા સમર્થક અને મિત્ર દેશ અમેરિકાએ અત્યાર સુધી હુથીઓ સામે સીધુ યુદ્ધ કરવાના મુદ્દા પર સાઉદીના પ્રયાસોનો સ્વીકાર કર્યો નથી. તો બીજી તરફ ઈરાને સાઉદી અરેબિયા અને હુથીઓ વચ્ચે સમાધાન કરાવવા માટે રવિવારે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રસ્તાવ મુક્યો છે. ઈરાનનું બંને દેશો વચ્ચે મધ્યસ્થિનો પ્રસ્તાવ કૂટનીતિક દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ઈરાન હંમેશાથી સાઉદી અરેબિયાનું વિરોધી રહ્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment