અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવશે

Usa Foreign Minister Visit India: આગામી થોડા દિવસોમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. 17 થી 22 ઓક્ટોબર દરમિયાન ઉઝબેકિસ્તાન અને ભારત પ્રવાસે છે અમેરિકાના વિદેશ મંત્રી. ભારતમાં મુંબઈ અને જામનગરની લેશે મુલાકાત. અગાઉ મે માસમાં ક્વાડ દેશોની મુલાકાતને લઈને માર્કો રૂબિયો ભારત આવ્યા હતા. આ જ વર્ષે ભારતમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો સત્તાવાર બીજો પ્રવાસ છે. બંને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે હકારાત્મક ચર્ચાની સંભાવનાને લઈને આ પ્રવાસ અતિમહત્વનો માનવામાં આવે છે.

ભારત મુલાકાત પહેલા ઉઝબેકિસ્તાન જશે

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત મુલાકાત લેતા પહેલા ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે. અહીં C5+1 મિનિસ્ટ્રીયલ મિટિંગમાં સામેલ થશે માર્કો રૂબિયો. આ પ્લેટફોર્મ મધ્ય એશિયાના પાંચ દેશો ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશનું બનેલુ છે અને આ દેશના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમેરિકન વિદેશમંત્રી દ્વિ-પક્ષીય બેઠકો યોજશે, બાદમાં 17 થી 22 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે.

મુંબઈ અને જામનગરની મુલાકાત લેશે

ગુજરાત અને આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો યોજશે. બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત દરમિયાન ભારત અમેરિકા વચ્ચે કમર્શિયલ ઈન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને અતિમહત્વનું એવુ ઉર્જા ક્ષેત્રે સહયોગ કઈ રીતે વધારી શકાય તે અંગે ચર્ચા વિચરણા કરવામાં આવશે. જામનગર વિશ્વનું ઉર્જા હબ બની ઉભરી રહ્યુ હોવાથી અને વેપારી દ્રષ્ટિએ પણ મહત્વનું હોવાથી જામનગરની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની મદદથી અમેરિકામાં નવી રિફાઈનરી બનાવાશે

જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ક્રુડ ઓઈલ સંસાધન ક્ષમતા 14 લાખ બેરલ પ્રતિદિન છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચમાં જાહેરાત કરી હતી કે રિલાયન્સ દ્વારા રોકાણથી અમેરિકામાં 50 વર્ષો દરમિયાન પ્રથમ વખત નવી રિફાઈનરી બનાવવામાં આવશે. ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં આ રિફાઈનરી કરોડોના ખર્ચે બનાવવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment