આ સમાચાર SBI બેન્કના અકાઉન્ટ હોલ્ડર્સ માટેના છે. કારણ કે SBI બેન્ક આવનાર સપ્તાહમાં પાંચ દિવસ માટે રહેશે બંધ. 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંક શાખાઓ સતત 5 દિવસ બંધ રહેશે. 28થી 30 સપ્ટેમ્બર UFBUની દેશવ્યાપી હડતાળ અને તે પહેલાં ચોથો શનિવાર-રવિવારની રજાને કારણે આ સ્થિતિ સર્જાશે. SBI એ બેન્કને જરૂરી કામકાજ પતાવવા માટે અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે અપીલ કર્યો છે.
5 દિવસ કેમ બંધ રહેશે બેન્કો ?
ભારતીય સ્ટેટ બેન્કના અકાઉન્ટ હોલ્ડર્સે બેન્કિંગ કામકાજને લઈ સાવચેત રહેવુ પડશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ શરૂ થાય તે પહેલાં જ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર આવતો હોવાથી વીકેન્ડ પર પણ બેંકોમાં રજા રહેશે. આ રીતે 26 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ શાખા સ્તરે સામાન્ય કામકાજ પ્રભાવિત રહેશે. બેન્ક કર્મચારીઓએ અગાઉ 11 સપ્ટેમ્બરે હડતાલ યોજી હતી. જો તેઓની માંગ ત્રણ દિવસીય હડતાલ બાદ પણ પૂરી ન થાય તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત કાળ સુધી હડતાલ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
ગ્રાહકો માટે બેન્કે એડવાઈઝરી જાહેર કરી
બેન્ક શાખાઓ બંધ રહેવાના કારણે ખાતેદારોને અગવડ ન પડે તે હેતુથી બેન્ક દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. અને સમયસર આર્થિક વ્યવહારો પૂર્ણ કરવા માટે પણ બેન્ક દ્વારા અપીલ કરી છે. હડતાલ દરમિયાન મહત્વપૂર્ણ કામકાજ ન અટકે તે માટે વૈકલ્પિક સુવિધા અપનાવવાની સલાહ આપી છે. રોકડ જરૂરિયાતો માટે ATM તથા ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.













