મોંઘી દવાઓ પર સુપ્રીમ કોર્ટે ફરીથી ટકોર કરી

Supreme Court on expensive medicines : સુપ્રીમ કોર્ટે મોંઘી દવાઓને લઈને ફરી એકવાર ટકોર કરી છે. મોંઘી દવાઓને લઈની બીજી વખત સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે દવાઓ પર ઉઘાડી લૂંટને લઈને ફરીથી સવાલો ઉઠાવ્યા છે. કેન્સરની 3 હજારની દવાઓ 27 હજારમાં મળવા ઉપર સરકારને સવાલ કર્યો છે. કેન્સરની દવાઓના અસહ્ય ભાવને લઈને સામાન્ય માણસની વ્યથા પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. હોસ્પિટલોની મનમાની પર સવાલો ઉઠાવ્યા છે. સરકારે ઉકેલ શોધવા માટે વિકલ્પો અંગે વિચારવા માટે કર્યુ સૂચન. આ અંગે વધુ સુનાવણી 12 ઑક્ટોબરે થશે.

તમામ દવાઓ પર સમાન 16 ટકા માર્જિન રાખવા વિચારવુ પડશે: SC

કેન્સરની દવાઓ જીવનદાન માટે અત્યંત મહત્વની છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદિપ મહેતાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે. દવાઓની રિટેલ કિંમતો મુદ્દે સુપ્રીમ કોર્ટે 16 ટકા માર્જિન રાખવા પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોને 10 ગણા વધુ માર્જિન લેવા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સામાન્ય માણસના અનુસંધાનમાં કહ્યુ કે દવાઓની અસામાન્ય કિંમતોના કારણે ગ્રાહકો માનસિક રીતે ડરે છે. જસ્ટિસ મહેતાએ સ્થિતિ રજૂ કરતા કહ્યુ હતુ કે જો કોઈ પ્રમાણિક રિટેલ મેડિકલ સ્ટોરવાળો 27 હજારની દવાની કિંમત છે, તેને સ્થાને દવાની સાચી કિંમત 3 હજારમાં આપવા તૈયાર થાય તો પણ દર્દી ખરીદતા અચકાશે, દર્દીને એવો ડર લાગશે કે આટલી સસ્તી દવા ગુણવત્તાની દ્રષ્ટિએ હલકી કક્ષાની હશે. આ સિસ્ટમને કારણે સામાન્ય વિશ્વાસ તૂટશે.

કોર્પોરેટર હોસ્પિટલો દર્દીઓ ઉદ્યોગ સમાન બની ગઈ છે: SC

કેન્સરની દવાઓ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. બંને જસ્ટિસની બેન્ચે ફટકાર કર્યો છે કે દવાની વધતી કિંમત કત્લેઆમ સમાન છે. કોર્ટે તમામ દવાઓ પર એકસમાન 16 ટકા માર્જિન રાખવા માટે વિચાર કરવા અંગે જણાવ્યુ છે. કેન્સરની 2700 ની દવા 27 હજારમાં મળવા અંગે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે આટલા પૈસા જઈ ક્યાં રહ્યા છે ?  અને ફાયદો કોને મળી રહ્યો છે ?  બેન્ચે કોર્પોરેટ હોસ્પિટલો મુદ્દે પણ ટિપ્પણી કરી છે કે કોર્પોરેટ હોસ્પિટલો દર્દીઓને પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવા મજબૂર કર્યા છે અને જો દર્દી બહારથી દવા લાવે તો સારવારની જવાબદારી લેવાનો ઈન્કાર કરે છે. હોસ્પિટલ હવે ઉદ્યોગ સમાન બની ગઈ છે. કોઈ દર્દી પ્રત્યે હમદર્દીના સ્થાને માત્ર પૈસા પડાવવાનો ધંધો બની ગયો છે. આવી હોસ્પિટલો મૃતદેહને પણ છોડતી નથી.

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલનો જવાબ

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યુ કે આ પ્રકારની સમસ્યા ગંભીર છે. તેનો ઉકેલ શોધવો પડશે. તેમણે જણાવ્યુ છે કે અરજદારની ચિંતા ખોટી નથી. તમામ પક્ષોનું હિત જળવાય તે માટે ઉકેલ શોધવો પડશે.

Join WhatsApp

Join Now

Leave a Comment