TRAI Spam Call Block : સ્પામ કોલ્સને લઈને TRAI દ્વારા મોટા પગલા લેવાયા, એક વર્ષ સુધી થશે બ્લોક

TRAI Spam Call Block

TRAI Spam Call Block : વારંવાર સ્પામ કોલ્સથી થતી પરેશાની અટકાવવા હવે ટ્રાઈએ રિચાર્જ પ્લાન બાદ નવો નિયમ લાગુ કર્યો છે. ટ્રાઈએ સ્પામ કોલર્સ સામે લાલ આંખ કરી છે અને બ્લોક કરવાનું શસ્ત્ર ઉગામ્યુ છે. ટ્રાઈના નવા નિયમ પ્રમાણે ટેલિકોમ કંપનીની AI આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામ તરીકે શોધી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી થઈ શકશે. જો સ્પામ કોલ્સ મુદ્દે 2 વખત નિયમોનો ભંગ થશે તો એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ પણ ડિસ્કનેક્ટ કરી નાંખવામાં આવશે.

ગ્રાહકોને વધુ સારી સુવિધા મળે તે માટે નિર્ણયો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ છેલ્લા ઘણા દિવસોથી ગ્રાહકોને ઓછી સમસ્યા થાય અને સુરક્ષા વધારવા માટે નવા નિયમો અમલમાં મૂક્યા છે. ટેલિકોમ કંપનીઓએ સામાન્ય યુઝર્સ માટે 30 દિવસનો પ્લાન ઉપરાંત ડેટા વિનાનું રિચાર્જ પેક અને હવે સ્પામ કોલ્સ સામે કાર્યવાહી. ટ્રાઈ ગ્રાહકોને વધુ ને વધુ સારી સુવિધા મળી રહે તે માટે અને વારંવાર આવતા અનિચ્છનિય સ્પામ કોલ્સ અટેન્ડ ન કરવા પડે તે માટે છેલ્લા કેટલાય સમયથી તે અંગે પ્રયાસ કરી રહ્યુ હતુ. ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ ત્રીજો સુધરો રેગ્યુલેશન્સ, 2026 જાહેર કર્યા છે, જેમાં AI-MLથી શંકાસ્પદ સ્પામ કોલની ઓળખ કર્યા બાદ કાર્યવાહીની નવી સિસ્ટમ બનાવી છે.

AI નો ઉપયોગ સ્પામ કોલ્સને ઓળખવામાં થશે

ટેલિકોમ કંપનીઓ તેમની AI આધારિત મશિન લર્નિંગ બેઝ્ડ સિસ્ટમ કોઈ નંબરથી લોકોને આવતા સ્પામ કોલ્સને ફ્લેગ કરે તો તુરંત કાર્યવાહી કરવાની રહેશે. ગ્રાહક ફરિયાદ કરે કે ન કરે, પરંતુ AI દ્વારા ફ્લેગ કરેલ નંબર સામે કાર્યવાહી ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવી પડશે. સ્પામ કોલ્સ પર પહેલી ભૂલ અંગે આઉટગોઈંગ કોલ્સ 15 દિવસ સુધી બંધ રહેશે અને બીજી ભૂલ પર એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસ્કનેક્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ જે ટેલિકોમ કંપનીને કોઈ કોલ શંકાસ્પદ સ્પામ તરીકે મળે તો તેણે બે કલાકની અંદર એ કોલની માહિતી જેના નેટવર્કથી કોલ શરૂ થયો હતો તેને આપવાની રહેશે. ત્યાર પછી ઓપરેટિંગ એક્સેસ પ્રોવાઈડરે એક દિવસની અંદર આ નંબર સંબંધિત સેન્ડરની કેવાયસીની ઓળખ કરવાની રહેશે ત્યાર પછી અન્ય ટેલીકોમ ઓપરેટર્સ પણ તેમની સિસ્ટમમાં તપાસ કરશે કે છેલ્લા 10 દિવસમાં આ શંકાસ્પદ સેન્ડર સંબંધિત અન્ય કનેક્શન છે કે નહીં. ગંભીર કેસોમાં કાયદાકીય એજન્સીઓને પણ ફરિયાદ કરી શકાશે.

ટ્રુ કોલર જેવી એપ્લિકેશન માટે પણ બનાવ્યા નવા નિયમો

ટ્રાઈના નવા નિયમોમાં ટ્રુ કોલર જેવી એપ્લિકેશન માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ એપ ટ્રાઈ અથવા કેન્દ્ર સરકારની કમર્શિયલ અને સરકારી કમ્યુનિકેશન માટે નિશ્ચિત કરાયેલી વિશેષ નંબર સીરિઝથી આવતા કોલ સ્પામ ગણી ટેગ, બ્લોક અથવા ફિલ્ટર કરી શકશે નહી, તેમાં 160 થી શરૂ થતી સીરિઝના નંબર પણ સામેલ છે. જો કે ગ્રાહક પોતાની પસંદ મુજબના કોઈ પણ કોલ કે નંબરને બ્લોક અથવા ફિલ્ટર કરી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment