Ukraine Drone Strike: યુક્રેને રશિયાના પોર્ટ સિટી સેન્ટ પિટસબર્ગ પર એક હજાર ડ્રોનથી સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાના અનેક વિસ્તારો પર એક હજારથી વધુ ડ્રોન છોડ્યા હતા. રશિયાના હુમલા બાદ પીટસબર્ગમાં ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ અને ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા જંગમાં આ હુમલો મોટો વળાંક સમાન સાબિત થઈ રહેશે. રશિયામાં યુક્રેન દ્વારા થયેલા આ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે. યુક્રેન દ્વારા હુમલો એવા સમયે કરવામાં આવ્યો, જ્યારે અમેરિકા અને યુક્રેન વચ્ચે તકરાર વધી રહી છે.
અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ અગાઉ જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને હુમલા ન કરવા ચેતવણી આપી હતી, ત્યારે ઝેલેન્સ્કીએ ટ્રમ્પની અવગણના કરીને રશિયા પર હુમલા યથાવત જ રાખ્યા છે. રશિયાના ઓઈલ મથકોને જ નિશાને રાખીને ડ્રોન અટેક કર્યો હતો. યુક્રેનના હુમલામાં પિટર્સબર્ગના ઓઇલ ટર્મિનલ અને રુચી ઓઇલ ડેપોમાં ભિષણ આગ લાગી હતી. જેને પગલે રશિયાને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડયું હતું.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેન દ્વારા રશિયાના 15 પ્રાંતમાં હુમલો કરવામાં આવ્યો હતો, યુક્રેન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનો રશિયાના કેટલાક પ્રાંતમાં તોડી પાડવામાં આવ્યા હતા. ક્રિમિયા અને કાળા સમુદ્રને પણ નિશાને લીધુ હોવાનો દાવો કર્યો હતો. રશિયા દ્વારા પણ સામે પક્ષે હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનમાં ઝેપોરિઝ્ઝીમાં રશિયાએ કરેલા હુમલામાં એક મહિલાનું મોત નિપજ્યુ હતુ. બાળકી સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. અમેરિકન પ્રમુખે દાવો કર્યો હતો કે રશિયા અને યુક્રેન બંને શસ્ત્રવિરામ માટે તૈયાર થયા હતા, તે સમાચાર વચ્ચે જ યુક્રેને ફરીથી રશિયા પર મોટો હુમલો કર્યો હતો.
ટ્રમ્પે યુક્રેનને રશિયા પર હુમલો ન કરવાની સલાહ આપી હતી. સલાહને બાજુ પર મુકીને યુક્રેને રશિયાના ઓઈલ ઠેકાણાઓ પર હુમલા શરૂ કરી દીધા છે, જેને પગલે યુદ્ધ અટકવાની જગ્યાએ વધે તેવી શક્યતાઓ છે. યુક્રેની પ્રમુખ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપી હતી કે 11 ઓક્ટોબરે ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યા પછી પણ રશિયાએ હુમલા ચાલુ રાખ્યા છે. રશિયાએ માત્ર એક જ સપ્તાહમાં યુક્રેનના ઉર્જા ક્ષેત્રો અને ઓઈલ અને ગેસ ઠેકાણાઓ પર 75થી વધુ હુમલા કરી દીધા છે. ઝેલેન્સ્કીએ રશિયા પર વિજળી ગુલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે, તેના કારણે યુક્રેનમાં લાખો પરિવારો વિજળી વગર ગુજારો કરવા મજબૂર બન્યા છે.









