દેશના 500 થી પણ વધુ વેપારી સંગઠનોએ UPI ચાર્જનો વિરોધ દર્શાવ્યો છે. જેને લઈ વેપારીઓ 2 ઑક્ટોબરે વિરોધ પ્રદર્શન કરશે. સમગ્ર દેશમાં કારોબારી અને વેપારી સંગઠનોએ 2 ઑક્ટોબરે નો યુપીઆઈ ડે મનાવવાનું એલાન કર્યુ છે. આ વિરોધ 15 ઑક્ટોબરથી લાગુ થતા 2 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR ના વિરોધમાં કરવામાં આવશે.
ખર્ચ પણ નાના દુકારનદારો પાસેથી વસૂલતા વિફર્યા
દેશભરના વેપારી સંગઠનો 2 ઑક્ટોબર ગાંધી જયંતિના દિવસે NO UPI ડે મનાવશે. વિરોધ પ્રદર્શનમાં UPI, QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ બંધ રાખી રોષ વ્યક્ત કરશે.
કોણ કોણ મનાવશે વિરોધ ?
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર, ઑલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન, અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ, ઑલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન, ઑલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન અને ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશન સહિતના સંગઠનોએ વિરોધમાં સામેલ થવા માટે સૂર પૂરાવ્યો છે.
સરકાર યુનિયન સંગઠનો સાથે બેઠક કરશે
UPI પર MDRના વિરોધમાં સરકાર ઝડપથી મુદ્દો આટોપવાના મૂડમાં છે. ગ્રાહકો પાસેથી ચાર્જ ન વસૂલવા માટે અને વિરોધ પતાવી દેવા માટે સરકાર નજીકના ભવિષ્યમાં જ કારોબારી એસોસિએશન સાથે બેઠક કરે તેવી શક્યતા છે. કારોબારીઓએ જણાવ્યુ હતુ કે 2 હજારથી વધુનૈ 0.4 ટકા ચાર્જ ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. આવનારા કેટલાક દિવસોમાં જ ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ અને અન્ય કારોબારી સંગઠનો સાથે નાણા મંત્રાલયના અધિકારીઓ બેઠક યોજી શકે છે.
15 ઑક્ટોબરથી MDR લાગુ થશે
MDR ના ભયથી કેટલાક દુકાનદારોએ UPI થી પેમેન્ટ લેવાનું બંધ કરી દીધુ છે. ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન પણ MDR ને લઈ જાગૃતતા અભિયાન ચલાવશે, જેથી દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે અસમંજસ ન રહે. પેટ્રોલપંપો પર પણ UPI થી પેમેન્ટ લેવાનું ઘણા સ્થળોએ બંધ કરી દેવામાં આવ્યુ છે. સરકાર આગામી દિવસોમાં દુકાનદારો ચાર્જ ગ્રાહકો પાસેથી ન વસૂલ કરે તે પ્રકારનું મિકેનિઝમ પણ લાવી રહી છે.















