અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરિકતા એટલે કે જન્મસિદ્ધ નાગરિકતા(Birthright citizenship)ને લઈને ટ્રમ્પ સરકારે બર્થરાઈટ સિટિઝનશિપ નાબૂદ કરતી અરજી સુપ્રીમમાં કરી હતી, જેને સુપ્રીમે ફગાવી દીધી છે. જેના દ્વારા અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને જન્મથી નાગરિકતા ન આપવા માટે કાર્યકારી આદેશ લાવવામાં આવ્યો હતો.
અમેરિકી ધરતી પર જન્મેલા બાળકને નાગરિકતા મળતી રહેશે
સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે, કે અમેરિકાની ધરતી પર જન્મેલું બાળક, કાયદાકીય રીતે નાગરિકતા માટે હકદાર રહેશે. જેમના માતા-પિતા ગેરકાયદેસર રીતે રહેતા હોય કે પછી અસ્થાયી વિઝા પર આવ્યા હોય, માત્ર તે કારણસર બાળકને જન્મથી મળતી અમેરિકી નાગરિકતાથી વંચિત રાખી શકાય નહીં.
ભારતીય પરિવારો માટે રાહતભર્યો નિર્ણય
આ નિર્ણય અમેરિકામાં રહેતા ભારતીય મૂળના પરિવારો માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આશીર્વાદરૂપ બન્યો છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો H-1B સહિતના અલગ-અલગ વિઝા પર કામ કરે છે. જો ટ્રમ્પનો આદેશ લાગુ થયો હોત, તો આવા પરિવારોમાં જન્મેલા બાળકોના નાગરિકતા અધિકારને લઈને મોટી અનિશ્ચિતતા ઊભી થઈ શકતી.
ટ્રમ્પ સરકારના આદેશ સામે કોર્ટનો સખત અભિગમ
ટ્રમ્પે બર્થરાઈટ સિટિઝનશિપ(Birthright Citizenship)ને મર્યાદિત કરવા માટે કાર્યકારી આદેશનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે માન્યું કે અમેરિકાના બંધારણીય અધિકારોમાં આટલો મોટો ફેરફાર માત્ર રાષ્ટ્રપતિના આદેશથી કરી શકાય નહીં. આ નિર્ણયને ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

