ઉષા વેન્સ પડતા પડતા બચ્યા, સિક્યોરિટી ઓફિસર્સ મદદે પણ ન આવ્યા

Usha Vance incident: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયા. મેરિલેન્ડમાં હેલિકોપ્ટર પરથી ઉતરતી વખતે અમેરિકાના સેકન્ડ લેડી ઉષા વેન્સનો પગ લથડતા તેઓ નવ સપ્તાહના પુત્ર એલેક સાથે પડતા પડતા બચ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નજીકમાં જ ઉભેલા સુરક્ષા કર્મચારીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ રહી કે, માત્ર બે-ત્રણ ફૂટના અંતરે તહેનાત સિક્યોરિટી ઓફિસરોએ તેમને સંભાળવા હાથ લંબાવવાની પણ તસ્દી ન લીધી અને માત્ર તમાશો જોતા ઊભા રહ્યા. વીડિયોમાં દ્રશ્યમાન થાય છે તે પ્રમાણે ઉષા વેન્સનો પગ લપસી જતાં, તેમણે સમયસૂચકતા વાપરી રેલીંગ પકડી લેતા પડવાથી બચ્યા હતા. તેમની સાથે તેમનો 9 સપ્તાહનો પુત્ર એલેક પણ હતો. સુરક્ષા કર્મચારીઓની સંવેદનહીનતા સામે લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે. જો સેકન્ડ લેડી પોતાના નવજાત શિશુ સાથે પડી રહી હોય ત્યારે પણ મદદ માટે આગળ ન વધવું એ કેવો સુરક્ષા પ્રોટોકોલ? તેમની પાછળ 4 વર્ષની પુત્રી મિરાબેલ સાથે હેલિકોપ્ટર પરથી નીચે ઉતરી રહેલા ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સનું ધ્યાન કદાચ આ તરફ ગયું નહોતું અને તેઓ નીચે આવી સીધા પરિવાર સાથે જોડાયા હતા.

અલાસ્કામાં ચૂંટણી પ્રચાર માટેની યાત્રા દરમિયાન સમગ્ર ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પરિવાર સાથે અલાસ્કામાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, જ્યાં જેડી વેન્સ રિપબ્લિકન સેનેટર ડેન સુલિવાનના સમર્થનમાં રેલી સંબોધવાના છે. આ પ્રવાસ સાથે ઉષા વેન્સ અમેરિકાના તમામ 50 રાજ્યોની યાત્રા પૂર્ણ કરશે. નોંધનીય છે કે વેન્સ પરિવારમાં ગત 19 જુલાઈએ જન્મેલો એલેક તેમનું 4થું બાળક છે, જેની સાથે 9 વર્ષનો ઇવાન, 6 વર્ષનો વિવેક અને 4 વર્ષની મિરાબેલ પણ પરિવારમાં સામેલ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment