હવે ભારતના સુંદર રસ્તાઓ પર દોડશે વંદે ભારત ટ્રેન

Vande Bharat on Scenic Tracks: વંદે ભારતનો આ રૂટ હવે સુંદર પર્વત દર્શન કરવાનો મોકો આપશે. વંદે ભારત ટ્રેન આપની આ સફર અત્યંત યાદગાર બનાવી રાખશે. હરિયાળી, પહાડી રસ્તાઓ, ઝરણાં જેવા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સિનીક વ્યુસ સાથે આ ટ્રેન 700 કિલોમીટરનું અંતર 13 કલાકમાં કાપશે. આ રૂટનો 13 કલાકનો સફર જિંદગીનો યાદગાર સફર બની રહેશે.

બેંગાલૂરુથી ગોવા રૂટ પર દોડશે અદ્યતન વંદે ભારત

જો આપે બેંગાલૂરુથી ગોવા જવુ છે, તો આપની પાસે ઘણા વિકલ્પો છે. જો સમયનો અભાવ છે તો સૌથી આસાન રસ્તો ફ્લાઈટનો છે, આ ઉપરાંત, બસ અથવા રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા પણ ગોવા સુધી અથવા બેંગાલૂરુ સુધી પહોંચી શકાય છે. પરંતુ, જો તમારે રસ્તાની મજા, પહાડો,હરિયાળી, ઝરણાં અને કુદરતી સૌંદર્યની પણ મજા લેવી છે, તથા સનસેટ અને સનરાઈઝનો સુંદર નજારો માણવો છે તો આ વંદે ભારત આપની યાત્રા યાદગાર બનાવી દેશે.

ભારતીય રેલવે મેંગાલૂરુ-મડગાંવને બેંગાલૂરુ સુધી લંબાવશે

પશ્ચિમ રેલવે દ્વારા મેંગાલૂરુ-મડગાંવ વંદે ભારતને હવે બેંગાલૂરુ સુધી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ રૂટ પર રેલ કનેક્ટિવિટીને એક નવી પ્રિમીયમ ટ્રેન મળી જશે. 13 કલાકની વંદે ભારતની આ મુસાફરી દરમિયાન પશ્ચિમના ઘાટ, હરિયાળી, પહાડના ઢોળાવો અને કર્ણાટકના કેટલાક અતિસુંદર નજારાઓ જોવા મળશે, જે રોજિંદી ભાગદોડથી એક અલગ અનુભવ આપશે. બેંગાલૂરુ અને ગોવાની અન્ય ટ્રેનને સફર પૂર્ણ કરવા માટે 15 કલાકનો સમય લાગે છે, જ્યારે વંદે ભારત આ સફર 13 કલાકમાં પૂર્ણ કરશે.

55 કિલોમીટરના ઢોળાવ પર વંદે ભારત દોડશે

રેલવે મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે મંગરૂલુ સેન્ટ્રલ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને યશવંતપુર જંકશન સુધી લાવવામાં આવશે. જેને લીધે ટ્રેન મેંગાલૂરુના રસ્તેથી ગોવાના મડગાંવ સુધી આવશે. બેંગાલૂરુથી ગોવાનો 700 કિલોમીટરનો સફર છે, તે દરમિયાન ઢોળાવ વાળા જોખમી રસ્તામાંથી પસાર થવુ પડે છે. વંદે ભારત એક્સપ્રેસનો આખા દિવસ દરમિયાનનો પ્રવાસ પ્રાકૃતિક સુંદરતાથી યુક્ત નજારા જોવા મળશે. સકલેશપુર-સુબ્રમણ્ય વચ્ચે 55 કિલોમીટરના ઢોળાવ વાળો રોડ આવે છે. પશ્ચિમી ઘાટનો આ વિસ્તાર રેલવે મુસાફરીનો સૌથી સુંદર તબક્કો માનવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment