By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Two-Step Verification શું છે? જાણો કેમ આજના ડિજિટલ યુગમાં તે દરેક માટે જરૂરી બની ગયું છે
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Technology > Two-Step Verification શું છે? જાણો કેમ આજના ડિજિટલ યુગમાં તે દરેક માટે જરૂરી બની ગયું છે
Technology

Two-Step Verification શું છે? જાણો કેમ આજના ડિજિટલ યુગમાં તે દરેક માટે જરૂરી બની ગયું છે

newsgujarat
Last updated: 2026/06/12 at 1:57 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
what-is-two-step-verification-and-why-it-is-important-for-online-security
What Is Two Step Verification And Why It Is Important
SHARE

આજના ડિજિટલ યુગમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શનથી લઇને સરકારી કામકાજ સુધી, દરેક કામ  ઓનલાઈન થઈ ગયા છે. સોશિયલ મીડિયા, ઈમેલ, ઓનલાઈન શોપિંગ, સરકારી સેવાઓ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન દરેક જગ્યાએ આપણે પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ. બીજી બાજુ સાયબર ક્રાઇમના વધતા બનાવોને જોતા માત્ર પાસવર્ડ પર આધાર રાખવો હવે પૂરતો સુરક્ષિત વિકલ્પ રહ્યો નથી. આજ કારણથી ટેક એક્સપર્ટ દરેક યુઝર્સને Two-Step Verification (2SV) એકટીવ કરવાની સલાહ આપે છે. 

Two-Step Verification શું છે?

Two-Step Verification એ એક એવી સુરક્ષા વ્યવસ્થા છે, જેમાં કોઈપણ એકાઉન્ટમાં લોગીન કરવા પાસવર્ડ પૂરતો નથી.પાસવર્ડ દાખલ કર્યા પછી બીજી એક ચકાસણી પણ કરવી પડે છે. આ ચકાસણી OTP, મોબાઇલ એપ દ્વારા જનરેટ થતો કોડ, સિક્યુરિટી કી અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનના સ્વરૂપમાં હોઈ શકે છે. સરળ ભાષામાં કહીએ તો, તમારા અકાઉન્ટને બે તાળાં લગાવવામાં આવે છે. એક પાસવર્ડ અને બીજું વેરિફિકેશન કોડ.

Two-Step Verification કેવી રીતે કામ કરે છે?

માનો કે તમે Gmail અથવા WhatsAppમાં લોગિન કરવાનો પ્રયાસ કરો છો.

  1. સૌથી પહેલા તમે તમારો પાસવર્ડ દાખલ કરો છો.
  2. ત્યારબાદ તમારા મોબાઇલ પર OTP અથવા વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે.
  3. તે કોડ દાખલ કર્યા પછી જ લોગિન પ્રક્રિયા પૂર્ણ થાય છે.

જો કોઈ વ્યક્તિ તમારો પાસવર્ડ જાણી જાય તો પણ બીજા સ્ટેપ વિના તે તમારા અકાઉન્ટમાં પ્રવેશ કરી શકશે નહીં.

Two-Step Verificationના સૌથી મોટા ફાયદા

હેકિંગ સામે વધારાની સુરક્ષા

સાયબર ગુનેગારો ઘણીવાર પાસવર્ડ ચોરી લેતા હોય છે. પરંતુ Two-Step Verification સક્રિય હોય તો માત્ર પાસવર્ડથી અકાઉન્ટ એક્સેસ કરવું શક્ય બનતું નથી.

ફિશિંગ અટેકથી બચાવે

ઘણા લોકો નકલી વેબસાઇટ અથવા ફેક લિંકમાં પોતાનો પાસવર્ડ દાખલ કરી દે છે. આવી સ્થિતિમાં પણ Two-Step Verification વધારાનું સુરક્ષા કવચ પૂરું પાડે છે.

બેંકિંગ અને નાણાકીય સુરક્ષા

બેંકિંગ એપ્સ અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ માટે Two-Step Verification ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારી નાણાકીય માહિતી અને ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવે છે.

કયા અકાઉન્ટમાં Two-Step Verification સક્રિય કરવું જોઈએ?

સાયબર નિષ્ણાતોના મતે નીચેના તમામ મહત્વપૂર્ણ અકાઉન્ટ્સમાં Two-Step Verification સક્રિય હોવું જોઈએ:

  • Gmail અને Email Accounts
  • WhatsApp
  • Facebook
  • Instagram
  • X (Twitter)
  • Banking Apps
  • UPI Apps
  • Google Account
  • Cloud Storage Accounts

ડિજિટલ યુગનું મજબૂત સુરક્ષા કવચ

આજના સમયમાં ડેટા સૌથી કિંમતી સંપત્તિ બની ગયો છે. વ્યક્તિગત માહિતી, ફોટા, બેંકિંગ ડેટા અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે માત્ર પાસવર્ડ પૂરતો નથી.

Two-Step Verification એક સરળ પરંતુ અત્યંત અસરકારક સુરક્ષા ફીચર છે, જે તમારા અકાઉન્ટને હેકર્સ અને સાયબર ઠગોથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે હજુ સુધી તમારા મહત્વપૂર્ણ અકાઉન્ટ્સમાં આ ફીચર સક્રિય નથી કર્યું, તો આજથી જ તેને ચાલુ કરવાની જરૂર છે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article modi-government-restricts-bulk-petrol-diesel-purchases-for-90-days પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, જથ્થાબંધ ખરીદી પર 90 દિવસનો પ્રતિબંધ
Next Article pranit-more-fir-maharashtra-cyber-police-action-ncw-notice-viral-comedy-video FIR on Pranit More : વાયરલ કોમેડી ક્લિપ બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસની કાર્યવાહી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Apple Overtakes Nvidia
Latest StoriesTechnology

Apple Overtakes Nvidia : Nvidiaને પાછળ છોડીને Apple ફરી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

4 Min Read
Boss Scam Alert
TechnologyLatest Stories

Boss Scam Alert : બોસના નામે WhatsApp પર પૈસા માંગે તો ચેતજો, SEBIની ગંભીર ચેતવણી

4 Min Read
Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
youtube-shorts-new-features-clear-mode-double-speed-update-yt-Shorts-features
Technology

YouTube Shorts માં આવ્યા મોટા ફેરફારો: હવે વીડિયો જોવાની મજા આવશે બમણી! જાણો નવા ફીચર્સ

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?