વોટ્સઅપ હવેથી ચાર્જ લેશે ! આવતીકાલથી વોટ્સઅપ વસૂલશે ફી

WhatsApp Business API Fees 2026

WhatsApp Business API Fees 2026 : વોટ્સઅપ નો ઉપયોગ લોકો પોતાના મિત્રો અને સ્વજનો સાથે વાત-ચીત કરવા ઉપરાંત કમર્શિયલ રીતે પણ થાય છે. કંપનીઓ ગ્રાહકો સાથે જોડાઈ રહેવા માટે વોટ્સઅપ બિઝનેસનો ઉપયોગ કરે છે. પરંતુ હવે Meta આ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યુ છે. આવતીકાલે 1 ઑક્ટોબરથી ઘણી બધી વસ્તુઓમાં બદલાવ આવી રહ્યો છે. તેમાં એક વોટ્સઅપ બિઝનેસ પણ સામેલ થઈ ગયુ છે. વોટ્સઅપ બિઝનેસ પ્લેટફોર્મ પરથી ગ્રાહકોને મોકલવામાં આવતા મેસેજ પર ચાર્જ લાગશે. હાલમાં એ પ્રકારની સિસ્ટમ છે કે ગ્રાહકોના પૂછપરછ વાળા મેસેજ પછી 24 કલાક સુધી કંપનીઓ મફતમાં જવાબ મોકલી શકે. દરેક બિઝનેસ નંબરને મહિનામાં 100 મેસેજ મફતમાં મળશે, બાકીના મેસેજ પર ચાર્જિસ લાગશે.

કંપનીઓએ Meta ને ફી ચૂકવવી પડશે

1 ઑક્ટોબર 2026થી કંપનીઓ દ્વારા વોટ્સએપ બિઝનેસ પર મોકલવામાં આવતા કેટલાક સર્વિસ મેસેજ પેઇડ થઈ જશે. એટલે કે કંપનીઓએ આવા મેસેજ મોકલવા માટે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને ફી ચૂકવવી પડશે. કેટલાક નોન-ટેમ્પલેટ સર્વિસ મેસેજ અને 24 કલાકની કસ્ટમર સર્વિસ વિન્ડો દરમિયાન મોકલવામાં આવતા કેટલાક યુટિલિટી મેસેજ માટે કંપનીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નહોતી. હવે આ વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે.

ભારતમાં કેટલો ચાર્જ લાગશે ?

કંપનીઓ પાસેથી માર્કેટિંગ, યુટિલિટી અને ઓથેન્ટિકેશન ટેમ્પલેટ મેસેજ માટે અગાઉથી ચાર્જ લેવામાં આવે છે. 1 ઑક્ટોબરથી સર્વિસ મેસેજ પણ પેઇડ કેટેગરીમાં સામેલ થઈ જશે.

  • માર્કેટિંગ મેસેજ – ઓફર તેમજ પ્રમોશનલ મેસેજિસ માટે 0.86 રૂપિયા ચાર્જ લાગશે
  • યુટિલિટી – ઓર્ડર, ડિલિવરી, પેમેન્ટ, ડિલિવરી અપડેટ માટે 0.11 રૂપિયા ચાર્જ
  • ઓથેન્ટિકેશન – OTP માટે 0.11 રૂપિયા ચાર્જ લાગશે
  • સર્વિસ – ગ્રાહકના મેસેજનો કંપનીને જવાબ આપવો 0.11 રૂપિયામાં પડશે

સામાન્ય યુઝરે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવાનો રહેશે નહી. આ ચાર્જિસ માત્ર વોટ્સઅપ બિઝનેસના ઉપયોગ માટે છે.

કંપનીઓએ પેમેન્ટ મેથડ ઉમેરવી પડશે

વૉટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરતી કંપનીઓએ પોતાના અકાઉન્ટમાં પેમેન્ટ મેથડ ઉમેરવી પડશે. આવું નહીં કરવા પર 1 ઑક્ટોબરથી તેમના સર્વિસ મેસેજની ડિલિવરી અટકાવી દેવામાં આવશે. કંપનીઓ માટે કસ્ટમર સર્વિસ સંબંધિત વાતચીતનો ખર્ચ વધી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment