WhatsApp Guest Calling: ટેક જાયન્ટ વોટ્સઅપે અત્યાર સુધીનું સૌથી યુનિક અને ક્રાંતિકારી ફીચર લૉન્ચ કર્યુ છે. Whatsapp એ Guest Calling નામનું ફીચર લૉન્ચ કર્યુ છે. આ ફીચરની મદદથી વોટ્સઅપ એવા લોકોને પણ કોલ કરી શકે છે જેમની પાસે Whatsapp એપ્લિકેશન નથી. આ કોલ સંપૂર્ણપણે મફત અને સુરક્ષિત છે. તેમાં કોઈ સમયની મર્યાદા પણ નથી.
શરૂઆતમાં પ્રાથમિક ટેસ્ટિંગ બાદ આ ફીચરને ઓફિશિયલી લૉન્ચ કરવામાં આવ્યુ છે. ટેસ્ટિંગ દરમિયાન એવુ જાણવા મળ્યુ હતુ કે વોટ્સઅપ ગેસ્ટ યુઝર્સને એક લિંક મળશે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ કોલમાં જોડાઈ શકે છે. આમ જે વ્યક્તિઓ વોટ્સઅપ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરતા તેમને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર જ કોલિંગની સુવિધાનો લાભ મળશે.
આ ફીચરમાં ગેસ્ટની સુરક્ષા અને પ્રાયવસીને ધ્યાને રાખીને કંપનીએ એપ્રુવલની ખાસ પ્રક્રિયા ઉમેરી છે. એટલે કે જે યુઝરે લીંક જનરેટ કરી હશે, તેણે દરેક ગેસ્ટને કોલમાં જોડવા માટે દર વખતે મેન્યુઅલી મંજૂરી આપવી પડશે. જો સામે વાળી વ્યક્તિ ઈચ્છે તો જ તે કોલમાં જોડાઈ શકશે., અન્યથા તે લીંકને અવગણી પણ શકે છે.
વોટ્સઅપ ગેસ્ટ કોલિંગમાં સમયની પણ કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. બ્લોગ પોસ્ટ દ્વારા વોટ્સઅપે ગેસ્ટ કોલિંગ ફીચર રજૂ કર્યાની જાહેરાત કરી છે. તેમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પણ છે. માત્ર હાલના વોટ્સઅપ યુઝર્સ જ ગેસ્ટ કોલ લિંક જનરેટ કરી શકે છે. જેનો ઉપયોગ અન્ય લોકો વાતચીતમાં જોડાવા માટે કરી શકે છે.
વોટ્સઅપમાં ગેસ્ટ કોલ્સ દ્વારા જોડાનારા નોન-વોટ્સઅપ યુઝર્સને પણ તે તમામ સુવિધાઓ મળશે, જે સામાન્ય વોટ્સઅપ યુઝર્સને સ્ટેન્ડર્ડ કોલ્સ દરમિયાન મળે છે. ગેસ્ટ યુઝર્સ પણ કોલ દરમિયાન પોતાની ‘સ્ક્રીન શેરિંગ’ ફીચરનો ઉપયોગ કરી શકશે અને લાઈવ કોલમાં ઇમોજી પણ ઉપયોગ કરી શકે છે.
કેવી રીતે કરશો કોલ ?
– વોટ્સઅપમાં કોલ ટેબ પર જઈ + પર ક્લિક કરવાનું રહેશે
– ક્લિક કરતાં જ લીંક જનરેટ થશે
– લીંકને નોન-યુઝર સાથે શેર કરવાની રહેશે










