USA ના વિસ્કોન્સિનમાં પ્લેન ક્રેશની ઘટના, 6ના મોત

અમેરિકાના વિસ્કોન્સિનમાં એક પ્લેન દુર્ઘટના બની હતી, જેમાં બાળક સહિત 6ના મોત થયા છે. પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના પહેલા પાયલટે ઉંચાઈ ઓછી કરવાની પરવાનગી આપતો મેસેજ પણ કર્યો હતો. 6 બેઠકો ધરાવતુ સિંગલ એન્જિન વિમાન કેનોશાથી મેનોમોની જઈ રહ્યુ હતુ. વિમાન રાતે 10 વાગ્યે ડેલોના ટાઉનમાં મિરર લેક સ્ટેટ પાર્ક નજીકના જંગલમાં તૂટી પડ્યુ.

દુર્ઘટના સમયે આ વિસ્તારમાં વાવાઝોડુ ત્રાટક્યુ હતુ અને ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અનુસાર, પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને પાંખો પર બરફ જામી રહ્યાની માહિતી આપી હતી. તે સમયે પાઈપર PA-46 વિમાન 24 હજાર ફૂટ એટલે કે 7315 મીટરની ઉંચાઈએ ઉડી રહ્યુ હતુ. પાયલટે તે સમયે વિમાનને નીચે લાવવાની મંજૂરી માંગી હતી.

એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને નીચે લાવવાની મંજૂરી પણ આપી દીધી હતી, તે બાદ ધીમે-ધીમે પાયલટ પ્લેનની ઉંચાઈ ઘટાડી રહ્યા હતા. NTSB એ જણાવ્યુ હતુ કે આ વળાંક સતત વધુ ઝડપી થતો ગયો. ત્યારબાદ વિમાન સાથેનો સંપર્ક તૂટ્યો અને ટ્રેકિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશની ઘટનામાં જમીન પર હાજર રહેલ કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. તેમજ અકસ્માતમાં કોઈ ઈમારત અથવા અન્ય માળખાને પણ કોઈ નુકસાન થયાનું હજુ સુધી સામે આવ્યુ નથી.

વિન્સોકન્સિનને દુનિયામાં વોટરપાર્કની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં વોટરપાર્ક્સની સંખ્યા વધુ પ્રમાણમાં છે અને પ્રવાસીઓ તેના કારણે મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ફરવા માટે આવે છે. જો આવી કોઈ જગ્યાએ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હોત તો મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment