Zimbabwe helicopter crash : ઝિમ્બાબ્વેમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની હચમચાવી દેતી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં બિઝનેસમેન સહિત 6 ના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઝિમ્બાબ્વેના મરોન્ડેરા વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી. અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં 4 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર્સ સવાર હતા, તે તમામના નિધન થયા છે.
હેલિકોપ્ટર ક્રેશમાં જાણીતા બિઝનેસમેન અને તેમના પત્નીનું નિધન
હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં જાણીતા બિઝનેસમેન વિકનેલ ચિવાયો અને તેમના પત્ની લુસી મતેકેનોનું નિધન થયુ છે. બિઝનેસમેન ચિવાયોને રાષ્ટ્રપતિ એમરસન મનનગાગ્વાના પરિચિત અને નજીકના ગણવામાં આવતા હતા. હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઈને ઝિમ્મબાબ્વેની તપાસ એજન્સીઓ ઘટના અંગે તપાસમાં લાગી છે. હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના એટલી ભયાનક હતી, કે ક્રેશ થતા તરત જ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી અને સવાર તમામ મુસાફરોને બચવાનો કે બહાર નીકળવાનો પણ સમય મળ્યો ન હતો.

બિઝનેસ મેન વિકનેલ ચિવાયો Intratrek Zimbabwe કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમની કંપની એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કાર્યરત હતી. ખ્યાતનામ બિઝનેસ મેન વિકનેલ ચિવાયો દક્ષિણ આફ્રિકાના સિરિલ રામાફોસા, કેન્યાના વિલ્યમ રૂટો, તાન્ઝાનિયાની સામિયા સુલુહુ હસન અને અસ્વાતીના રાજા મસ્વાતી જેવા વૈશ્વિક હસ્તીઓના સંપર્કમાં હતા અને અવાર-નવાર તેમના સોશિયલ મીડિયા પર મુલાકાતની તસવીરો પોસ્ટ કરતા હતા. ચિવાયો તેમને લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે પ્રખ્યાત હતા. વૈશ્વિક હસ્તીઓને મોંઘી મોંઘી ગિફ્ટ આપવા માટે જાણીતા હતા. તેમને લઈ ચૂંટણીઓમાં ફંડિંગ અંગેનો વિવાદ પણ સામે આવ્યો છે. તપાસ એજન્સી દ્વારા સંપૂર્ણ તપાસ બાદ જ ક્રેશ થયા અંગેની હકીકત સામે આવી શકે તેમ છે










