By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: ગોલમાલ 5માં અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી? વિલન લૂકમાં ખિલાડી કિંગ મચાવશે ધૂમ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Entertainment > ગોલમાલ 5માં અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી? વિલન લૂકમાં ખિલાડી કિંગ મચાવશે ધૂમ
Entertainment

ગોલમાલ 5માં અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી? વિલન લૂકમાં ખિલાડી કિંગ મચાવશે ધૂમ

newsgujarat
Last updated: 2026/06/09 at 7:51 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
golmaal-5-shooting-akshay-kumar-joins-ajay-devgn-rohit-shetty-sharman-joshi
Golmaal 5 Sooting Akshay Kumar Joins Ajay Devgn Rohit Shetty Sharman Joshi | Source : Instagram/AkshayKumar
SHARE

બોલિવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર થઈ રહી છે. બોલિવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને બ્લોકબસ્ટર ડિરેક્ટર રોહિત શેટ્ટી ફેન્સ માટે એક ધમાકેદાર સરપ્રાઈઝ લઈને આવ્યા છે. સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’ ની આગામી ફિલ્મ ‘ગોલમાલ-5’ માં અક્ષય કુમારની એન્ટ્રી થઈ ગઈ છે. ટ્રેડ ન્યૂઝનું માનીએ તો, આ ફિલ્મમાં અક્ષય કુમાર કોઈ સીધા-સાદા રોલમાં નહીં પરંતુ મેઈન વિલનના રોલમાં જોવા મળશે.

‘બાલા’ જેવો પણ સાવ હટકે લૂક: અક્ષયનો ફૂલ ડોનગીરી અવતાર

હાઉસફૂલ ફિલ્મમાં અક્ષય કુમારનો ફેમસ ‘બાલા’ લૂક તો તમને યાદ જ હશે? આ ફિલ્મમાં તેનો લૂક કંઈક એવો જ પણ સાવ અલગ અને પાવરફુલ છે. પરંતુ આ વખતે અંદાજ થોડો અલગ હશે. બ્લેક ટી-શર્ટ, ચમકતું ટકલું, લૂંગી સ્ટાઇલ, બ્લેક ગોગલ્સ અને જ્વેલરી સાથે અક્ષયનો લૂક ફુલ ડોનગીરી વાઇબ આપી રહ્યો છે.રાઉડી અક્ષયનો આ નવો અવતાર થિયેટરોમાં ધૂમ મચાવવા માટે પૂરી રીતે તૈયાર છે.

તમિલનાડુના બાદશાહ બનશે અક્કી, અજય દેવગણની ગેંગ સાથે થશે ટક્કર

અહેવાલો મુજબ, ફિલ્મમાં અક્ષય કુમાર ‘તમિલનાડુના બાદશાહ’ ના રોલમાં સ્ક્રીન ગજવશે. ચર્ચા છે કે ફિલ્મમાં અક્ષય મેઇન વિલન રોલમાં જોવા મળી શકે છે. અક્ષય કુમાર અને અજય દેવગણ તેમજ અરશદ વારસીની આખી ગેંગ વચ્ચે એક જબરદસ્ત એક્શન-કોમેડી સિક્વન્સ પણ શૂટ થઈ ચૂકી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ મળવો નક્કી જ છે. 

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અજય દેવગણ સામે અક્ષયનો કોમેડી-એક્શન ટક્કર

ગોલમાલની ઓળખ જ તેની પાગલપંતી, કન્ફ્યુઝન અને ધમાકેદાર કોમેડી છે. આ વખતે અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુની ગેંગ સામે અક્ષય કુમારનો એન્ટ્રી ટ્રેક ફિલ્મને નવો ટ્વિસ્ટ આપી શકે છે.

અહેવાલો અનુસાર, અક્ષય અને ગોલમાલ ગેંગ વચ્ચે એક એક્શન-કોમેડી સિક્વન્સ પણ શૂટ થઈ ગઈ છે. એટલે આ વખતે ફેન્સને હાસ્ય સાથે એક્શનનો પણ ડબલ ડોઝ મળી શકે છે.

શર્મન જોશીની પણ વાપસી

ફેન્સ માટે બીજી મોટી ખુશખબર એ છે કે શર્મન જોશીની પણ ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં વાપસી થઈ રહી છે. પહેલી ગોલમાલમાં શર્મન જોશીનો રોલ દર્શકોને ખૂબ ગમ્યો હતો. હવે તેમની વાપસીથી ઓરિજિનલ ગેંગની નૉસ્ટેલ્જિયા ફરી જીવંત થવાની છે.

ઊટી શેડ્યૂલ પૂરું, હવે મુંબઈ અને ગોવામાં શૂટિંગ

અહેવાલો મુજબ, ફિલ્મનું પહેલું શેડ્યૂલ ઊટીમાં શૂટ થઈ ચૂક્યું છે. ત્યારબાદ મુંબઈના સ્ટુડિયો અને અલગ-અલગ લોકેશન્સ પર શૂટિંગ આગળ વધી રહ્યું છે. ગોવા પણ ફિલ્મનો મહત્વનો હિસ્સો બનશે, કારણ કે ગોલમાલ અને ગોવાનો કનેક્શન દર્શકો માટે હંમેશા ખાસ રહ્યું છે.

સ્ટોરીમાં સુપરનેચરલ ટ્વિસ્ટ?

ફિલ્મની સ્ટોરીને લઈને પણ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વાર્તા એક એવી બાળકીની આસપાસ ફરશે, જેની પાસે સુપરનેચરલ પાવર છે. એટલે આ વખતે ગોલમાલ 5માં કોમેડી, કન્ફ્યુઝન, એક્શન અને ફેન્ટસીનો મિક્સ મસાલો જોવા મળી શકે છે.

હિરોઇન કોણ હશે? હજુ સસ્પેન્સ

રોહિત શેટ્ટીની બોયઝ ગેંગ તો ફરી ધમાલ મચાવવા તૈયાર છે, પરંતુ ફિલ્મની એક્ટ્રેસ કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. મેકર્સ તરફથી હજી સુધી ફીમેલ કાસ્ટને લઈને કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

ફેન્સને મળશે ફુલ એન્ટરટેઇનમેન્ટ

અક્ષય કુમારની એન્ટ્રી, શર્મન જોશીની વાપસી અને રોહિત શેટ્ટીની કોમેડી યુનિવર્સ — આ ત્રણેય વસ્તુઓ ગોલમાલ 5ને વધુ મોટી અને વધુ મજેદાર બનાવી શકે છે. હવે જોવાનું રહેશે કે ખિલાડી કિંગનો આ ડોનગીરી લૂક ખરેખર ફિલ્મમાં કેટલો ધમાલ મચાવે છે.

 

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article jammu-kashmir-cloudburst-reasi-floods-damage-weather-alert જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટ્યું, પૂર અને કાટમાળથી મકાનોને ભારે નુકસાન, એલર્ટ જાહેર
Next Article annamalai-resigns-bjp-launches-new-political-party-ami-tamilnadu અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું : નવી પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

72nd-national-film-awards-2026
EntertainmentLatest Stories

72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

3 Min Read
sonu-sood-helps-punjab-flood-victims-rebuild-homes-180-houses-completed
Entertainment

પંજાબના પૂર પીડિતો માટે ફરી મસીહા બન્યા સોનુ સૂદ, 180 જરૂરિયાતમંદ પરિવારોને આપ્યું નવું આશરાનું ઘર

2 Min Read
netflix-new-series-i-will-find-you-31-million-views-record
Entertainment

માત્ર 8 એપિસોડે તોડ્યા રેકોર્ડ, Netflixની નવી થ્રિલર બની નંબર વન

3 Min Read
Nora Fatehi Most Searched Bollywood Actress Google
Entertainment

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટ્રેસ: નોરા ફતેહીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી!

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?