ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત

whatsapp-username-feature-without-sharing-mobile-number-privacy-update

Whatsapp Username Feature In Gujarati News : મેટા(Meta)ની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસસૅગિંગ એપ વ્હોટસએપ(Whatsapp) નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. મેટા તેના યુઝર્સની સિક્યોરિટી અને પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે મોટું અને મહત્વપૂર્ણ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ નવા ફીચરમાં WhatsAppના યુઝર્સને પોતાનું આગવું ‘યુઝરનેમ’ (Username) મળશે. આ ના ફીચરની યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના પણ અન્ય લોકો સાથે સરળતાથી ચેટ કરી શકશો. ઉલ્લેખનીય છે કે જે ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વર્ષ 2012થી ઉપલબ્ધ છે તેને મેટાને WhatsApp પર લાવવામાં 14 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો છે.

આ ફીચરનો મહિલાઓને મોટો ફાયદો

Whatsapp પર ઘણી વખત સ્ટેટ્સ કે પ્રોફાઈલ હાઇડ કરવા છતાં પણ મોબાઇલ નંબર સામેની વ્યક્તિને દેખાઈ જતો હતો. હવે WhatsAppનું યુઝરનેમ ફીચર આવી જાય તો આ સમસ્યાનો મોટો ઉકેલ મળી શકે છે. કેબ, પાર્સલ અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવા માટે હવે નંબર શેર કરવાની જરૂર નહીં પડે; માત્ર યુઝરનેમ કે તેની કી દ્વારા ચેટ શરૂ કરી શકાશે. એટલે જ્યાં સુધી તમે પોતે કોઈને તમારું યુઝરનેમ નહીં આપો, ત્યાં સુધી કોઈ અજાણી વ્યક્તિ તમને WhatsApp પર શોધી પણ શકશે નહીં.

અત્યારથી જ કરી લો તમારી પસંદગીનું યુઝરનેમ રિઝર્વ

‘યુઝરનેમ’ (Username)નું આ ફીચર WhatsAppના બીટા વર્ઝનમાં દેખાવા લાગ્યું છે અને ઘણા નોર્મલ યુઝર્સને પણ એપ નોટિફિકેશન મોકલીને નામ રિઝર્વ કરવા કહી રહી છે. સામાન્ય યુઝર્સ આ ફીચર માટે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રોલઆઉટ થઈ જશે, પરંતુ તમે અત્યારથી જ તમારું મનપસંદ યુઝરનેમ રિઝર્વ કરી શકો છો.

યુઝરનેમ કઈ રીતે કરશો સેટ?

યુઝરનેમ સેટ કરવા માટે WhatsAppના સેટિંગ્સમાં (Settings) જઈને પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવાથી ‘Name’ ની બિલકુલ નીચે ‘@’ થી શરૂ થતું યુઝરનેમ સેટ કરવાનો ઓપ્શન મળશે.

યુઝરનેમ ફીચરના નિયમો

આ ફીચરમાં જો તમે ઈચ્છો તો તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી જેવું જ યુઝરનેમ પણ રાખી શકો છો. તમારું યુઝરનેમ વધુમાં વધુ 35 કેરેક્ટર સુધીનું હોઈ શકે છે.  આ નામ રિઝર્વ કર્યા પછી પણ તમે તેને ગમે ત્યારે બદલી શકશો, કારણ કે નામ બદલવાની હાલમાં કોઈ લિમિટ રાખવામાં આવી નથી.

ટેક નિષ્ણાતોના મતે, આ ફીચર ખૂબ જ અદ્ભુત છે પરંતુ તે ઘણું મોડું આવ્યું છે. આજે આપણો મોબાઈલ નંબર વર્ષોથી અનેક જગ્યાએ વહેંચાઈ ચૂક્યો છે, તેથી આ ફીચર જો વર્ષો પહેલા આવ્યું હોત તો પ્રાઇવસી વધુ સારી રીતે જળવાઈ રહી હોત.

Join WhatsApp

Join Now

Leave a Comment