ફિફા વર્લ્ડ કપ 2026(FIFA World Cup 2026) ફરી એક અપસેટ સર્જાયો છે. સ્પેનની ફૂટબોલ ટીમે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરતા ફ્રાન્સની ટીમને 2-0 થી પરાજય આપ્યો છે. આ રોચક મેચમાં સ્પેને બંને હાફમાં 1-1 ગોલ કરીને ફ્રાન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે અને આ જીત સાથે સ્પેને ફાઇનલમાં પ્રવેશી લીધો છે.
પેનલ્ટી દ્વારા ઓયાર્જાબેલે કર્યો પ્રથમ ગોલ
આ રોમાંચક મેચની 22મી મિનિટે સ્પેને પહેલો ગોલ નોંધાવ્યો. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ પેનલ્ટી એરિયામાં લામિન યમાલને ફાઉલ કરતાં મેચ રેફેરીએ સ્પેનને પેનલ્ટી આપી હતી. જેનો પૂરો લાભ ઉઠાવતા મિકેલ ઓયાર્જાબેલે ગોલ કર્યો હતો અને સ્પેનને 1-0ની લીડ અપાવી દીધી હતી. ફિફા વર્લ્ડ કપમાં ઓયાર્જાબેલનો આ પાંચમો ગોલ હતો.
પેડ્રો પોરોએ સ્પેનને અપાવી બીજી સફળતા
મેચના બીજા હાફમાં ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમ વાપસી કરશે તેવી આશા હતી. પરંતુ 58મી મિનિટે ડેનિયલ ઓલ્મોના શાનદાર પાસને પેડ્રો પોરોએ ગોલમાં ફેરવ્યો અને સ્પેનને 2-0ની મજબૂત લીડ અપાવી. મેચમાં વાપસી માટે સ્પેને પૂરો દમ લગાવ્યો, પરંતુ સ્પેનના મજબૂત ડિફેન્સ સામે કિલિયન એમ્બાપ્પે આક્રમણની એક પણ ન ચાલી.
સ્પેનનો ટૂર્નામેન્ટમાં અનોખો રેકોર્ડ
સ્પેનની ટીમ છેલ્લી 37 મેચોથી અજેય છે. આ વર્લ્ડ કપમાં સ્પેનનું પ્રદર્શન દમદાર રહ્યું છે. સ્પેને વર્લ્ડ કપની રમાયેલ 7 મેચોમાં વિરોધી ટીમોને માત્ર 1 જ ગોલ કરવા દીધો છે. બીજીબાજુ 2018ની ચેમ્પિયન અને 2022ની રનર્સ-અપ ફ્રાન્સની આ મેચમાં નિષ્ફળ રહી છે. ફ્રાન્સે સેમિફાઇનલ સુધી 6 મેચમાં 16 ગોલ ફટકાર્યા હતા, પરંતુ સ્પેન સામે ફ્રાન્સનો આક્રમક અંદાજ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો.
સ્પેન ફરી એકવાર ઇતિહાસ રચવાથી એક કદમ દૂર
વર્ષ 2010માં પહેલીવાર ફિફા વર્લ્ડ કપ(FIFA World Cup 2026)ની ટ્રોફી પોતાના નામે કરનાર સ્પેન ફરી એકવાર ઇતિહાસ રચવાની અણી પર છે. સ્પેનિશ ટીમ બીજી વખત ફિફા વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક જીત દૂર છે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં 20 જુલાઈએ રમાનારી ફાઇનલમાં સ્પેનનો મુકાબલો આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે 16 જુલાઈએ યોજાનારી બીજી સેમિફાઇનલ(FIFA World Cup 2026 Femi final)ના વિજેતા સાથે થશે.
આ પણ વાંચો : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

