By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Gujarat Rain : અમદાવાદ–વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Gujarat Rain : અમદાવાદ–વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ
GujaratLatest Stories

Gujarat Rain : અમદાવાદ–વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ

newsgujarat
Last updated: 2026/07/24 at 5:47 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
gujarat-rain-ahmedabad-viramgam-railway-track-waterlogging-trains-cancelled-diverted
અમદાવાદ–વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ
SHARE

Gujarat Rain : ગુજરાતમાં થયેલ ભારે વરસાદના પગલે રેલ્વે વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ-વિરમગામ રેલવે ટ્રેક પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.    

પશ્ચિમ રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને આંશિક રદ કરાઈ છે. જ્યારે કેટલીક ટ્રેનોનો માર્ગ બદલવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

24 જુલાઈએ આ મુજબની ટ્રેનો સંપૂર્ણ રદ

24 જુલાઈ, 2026ના રોજ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે ટ્રેન નં. 69186/69185 વિરમગામ-અમદાવાદ-વિરમગામ MEMU અને ટ્રેન નં. 59512/59511 વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનો રદ થવાને કારણે અમદાવાદ, વિરમગામ અને મહેસાણા વચ્ચે દૈનિક મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.

ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ

24 જુલાઈના રોજ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ દોડશે નહીં. ઉપરાંત ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 જુલાઈના રોજ ગાંધીનગર કેપિટલથી સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.

ત્રણ ટ્રેનોનો રૂટ બદલાયો

24 જુલાઈના રોજ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે, ટ્રેન નં. 16335 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ, ટ્રેન નં. 94802 ધ્રાંગધ્રા-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનોને વિરમગામ-કટોસણ રોડ-કલોલ-અમદાવાદ માર્ગ પરથી ડાયવર્ટ કરીને ચલાવવામાં આવશે. રૂટ બદલાવના કારણે આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી શકે છે.

અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસના સમયમાં ફેરફાર

ટ્રેન નં. 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 24 જુલાઈના રોજ રાત્રે 10:30 વાગ્યે અમદાવાદથી ઉપડવાની હતી. જોકે હવે આ ટ્રેન 25 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 2:10 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે. માટે દુરંતો એક્સપ્રેસના મુસાફરોએ સુધારેલા સમય પ્રમાણે સ્ટેશન પર પહોંચવાની તૈયારી રાખવી પડશે.

મુસાફરોને ટ્રેનની સ્થિતિ ચકાસવા પશ્ચિમ રેલવેની અપીલ

પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ, પ્રસ્થાન સમય અને રૂટની નવીનતમ માહિતી તપાસી લેવી. ભારે વરસાદને કારણે પરિસ્થિતિમાં વધુ ફેરફાર થવાની શક્યતા રહે છે.

આ પણ વાંચો : ખેડામાં ભારે વરસાદથી તારાપુર માર્ગ પર પાણી ભરાયા, 200 બસ મુસાફરો અટવાયા

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Kheda Heavy Rain Kheda Heavy Rain : ખેડામાં ભારે વરસાદથી તારાપુર માર્ગ પર પાણી ભરાયા, 200 બસ મુસાફરો અટવાયા
Next Article ahmedabad-heavy-rain-school-college-holiday-25-july-deo-order Gujarat Rain News : DEOનો મોટો આદેશ, શહેર પૂર્વની તમામ શાળા-કોલેજોમાં 25 જુલાઈએ રજા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?