Gujarat Rain News : અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પૂર્વના જિલ્લા શિક્ષણાધિકારીએ 25 જુલાઈ 2026, શનિવારના રોજ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
DEOનો પૂર્વની શાળા-કોલેજને આદેશ, વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના અનુસંધાને શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
વાલીઓને તાત્કાલિક જાણ કરવા શાળા સંચાલકોને સૂચના
DEOએ તમામ શાળા અને કોલેજ સંચાલકોને રજાની માહિતી તાત્કાલિક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા જણાવ્યું છે. આ માટે WhatsApp, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
શાળાઓ ફરી ક્યારે શરૂ થશે?
વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફરતા બિનસત્તાવાર મેસેજ પર વિશ્વાસ ન કરીને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ-વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ

