By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત
WorldLatest Stories

Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

newsgujarat
Last updated: 2026/07/27 at 1:39 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
Typhoon Noul in China
Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત
SHARE

Typhoon Noul in China : ચીનના દક્ષિણ પ્રાંત ગુઆન્ગડોન્ગમાં શક્તિશાળી ચક્રવાત નોઉલ ત્રાટકતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, તોફાની પવન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હુઈઝોઉના હુઈડોંગ કાઉન્ટીના દરિયાકાંઠે આ ચક્રવાતે લેન્ડફોલ કર્યું હતું. નોઉલ આ વર્ષે ચીનમાં ત્રાટકનાર 12મું અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત હોવાનું જણાવાયું છે.

ગુઆન્ગડોન્ગમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ગુઆન્ગડોન્ગના વિવિધ વિસ્તારોમાં આ ચક્રવાતના કારણે મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. સ્થાનિક અહેવાલોમાં પાણીમાં ફસાયેલા તથા ડૂબેલા વાહનોનાં દૃશ્યો પણ સામે આવ્યા છે.

7 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

અગમચેતીના ભાગરૂપે ગુઆન્ગડોન્ગમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતને કારણે ટ્રેન સેવાઓ અને ફ્લાઇટ્સ પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ હતી. પાડોશી હોંગકોંગમાં પણ અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ગાન્સુમાં અચાનક પૂરથી 10 લોકોનાં મોત

પ્રાંતના મોટા ભાગના વિસ્તારોમાં જોરદાર પવનનો મારો ફૂંકાયો, જેના કારણે રસ્તા પર ચાલતો રાહદારી પણ ફંટાયો અને નીચે પડી ગયો. ભારે વરસાદના કારણે ચીનના ગાન્સુમાં આવેલા પૂરમાં 10ના મોત થયા. અહીંના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

લેવલ-4 ડિઝાસ્ટર રિસ્પોન્સ સક્રિય

સ્થિતિની ગંભીરતાને જોતા ચીનના નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રીવેન્શન, રિડકશન અને રીલિફે ગુઆન્ગ-ડોન્ગ માટે ચોથા સ્તરની નેશનલ ડિઝાસ્ટર રીલિફ ઈમરજન્સી રિસ્પોન્સને સક્રિય કરી.

ચક્રવાત બાદ નુકસાન પામેલા રસ્તાઓ, જળસંસાધન માળખાં, શાળાઓ અને હોસ્પિટલોના પુનઃસ્થાપન માટે ચીનની કેન્દ્ર સરકારે સહાયરૂપે કેન્દ્રીય બજેટમાંથી  1.47 કરોડ અમેરિકી ડોલરનું ભંડોળ ફાળવ્યું છે.

પૂર અને ભૂસ્ખલનનું જોખમ હજુ યથાવત

ચક્રવાત જમીન પર આવ્યા બાદ નબળું પડ્યું છે, પરંતુ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ચીનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. નદીકાંઠા, પહાડી વિસ્તારો અને નીચાણવાળા સ્થળોએ રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગાંધીનગરના કુડાસણમાં કપિરાજનો આતંક, 7 દિવસમાં 15થી વધુ લોકો પર હુમલો

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article gandhinagar-news-kudasan-monkey-attack-15-people-injured-forest-department-search ગાંધીનગરના કુડાસણમાં કપિરાજનો આતંક, 7 દિવસમાં 15થી વધુ લોકો પર હુમલો
Next Article europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

1 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?