ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

UPI YES NO Alert Feature : UPI પેમેન્ટ પહેલાં આવશે ‘YES/NO’ એલર્ટ? ફ્રોડ રોકવા આવી શકે છે મોટો નવો નિયમ

UPI Yes No Alert Feature New Rule Fraud Prevention

UPI YES NO Alert Feature : દેશમાં યુપીઆઈ(UPI) દ્વારા થતી ડિજિટલ ચુકવણીમાં સતત વધારો થઇ રહ્યો છે. નાના ટ્રાન્સેકશનથી લઇને મોટા વ્યવહારો લોકો હવે રોકડને બદલે મોબાઈલથી પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગની સાથે સાયબર છેતરપિંડી(UPI Cyber Fraud), નકલી કસ્ટમર કેર, ખોટા રિફંડ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. UPI ફ્રોડના વધતા જોખમને ધ્યાનમાં રાખીને બેંકોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને એક નવું સુરક્ષા મોડેલ પ્રસ્તાવિત કર્યું છે. આ પ્રસ્તાવ હેઠળ શંકાસ્પદ અથવા હાઈ-રિસ્ક UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની સ્ક્રીન પર YES અથવા NOનો વિકલ્પ(UPI YES NO Alert Feature) પ્રોમ્પ્ટ પ્રદર્શિત કરવામાં આવશે. આ વોર્નિંગ ફીચરનો(UPI Transaction Warning) હેતુ ગ્રાહકોને પુષ્ટિ માટે વધુ એક અંતિમ તક આપીને છેતરપિંડી ઘટાડવાનો છે. 

‘YES’ પસંદ કરતાં પેમેન્ટ, ‘NO’ પસંદ કરતાં ટ્રાન્ઝેક્શન રદ

નવી સિસ્ટમ હેઠળ, પીઅર-ટુ-પીઅર ટ્રાન્ઝેકશનોમાં(Peer To Peer Transaction) રિસિવરના એકાઉન્ટમાં પૈસા જમા થાય તે પહેલાં પેમેન્ટ કરનાર પાસેથી વધારાની મંજૂરી માંગવામાં આવશે.

પ્રસ્તાવિત સિસ્ટમ મુજબ ગ્રાહક ‘YES’ પસંદ કરશે, તો ટ્રાન્ઝેક્શન થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે. ગ્રાહકને પેમેન્ટ અંગે શંકા હોય અને તે ‘NO’ પસંદ કરે તો ટ્રાન્ઝેક્શન રદ થઈ જશે. આ નવી સિસ્ટમનો નવો હેતુ ગ્રાહકને પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં એક વધારાની તક આપવાનો છે.

કોઈ વિકલ્પ પસંદ ન થાય તો શું થશે?

પેમેન્ટ કરતા સમયે જો ગ્રાહક હા કે ના કંઈ પસંદ નહિ કરે તો પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ તો થશે, પરંતુ રકમ એક કલાક પછી જ રિસિવરના ખાતામાં જમા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકને છેતરપિંડીની જાણ થાય તો પેમેન્ટ રોકવા અથવા બેંકને જાણ કરીને કરવા માટે વધુ સમય મળી શકે છે. જોકે, આ વ્યવસ્થા કેવી રીતે અમલમાં આવશે અને ગ્રાહક ટ્રાન્ઝેક્શન પાછું ખેંચી શકશે કે નહીં તે અંગે હજી અંતિમ નિયમો જાહેર થયા નથી.

દરેક UPI પેમેન્ટમાં એલર્ટ નહીં આવે

દરેક UPI ટ્રાન્ઝેક્શન માટે ‘YES/NO’ની ચેતવણી લાગુ કરવાની યોજના નથી.એટલે કે બેંકો દરેક વ્યવહારો માટે વૉર્નિંગ એલર્ટ નહિ આપે. બેંકોનું સૂચન છે કે આ ફીચર માત્ર સિસ્ટમ દ્વારા હાઈ-રિસ્ક અથવા શંકાસ્પદ ગણાતા વ્યવહારોમાં જ સક્રિય કરવામાં આવે. 

આવા ટ્રાન્ઝેક્શનમાં નીચેની પરિસ્થિતિઓનો સમાવેશ થઈ શકે છે:

  • અજાણ્યા વ્યક્તિને પ્રથમ વખત મોકલવામાં આવતી રકમ
  • ગ્રાહકના સામાન્ય વ્યવહાર કરતાં અનેક ગણી મોટી રકમનું પેમેન્ટ
  • મોડી રાત્રે અથવા ગ્રાહકના સામાન્ય સમયથી અલગ સમયે થતું પેમેન્ટ
  • તાજેતરમાં ખોલવામાં આવેલા બેંક ખાતામાં થતું ટ્રાન્ઝેક્શન
  • બેંકની સુરક્ષા સિસ્ટમને શંકાસ્પદ જણાતી અન્ય પ્રવૃત્તિ

ડિજિટલ ફ્રોડના કેસોમાં મોટો વધારો

બેન્કિંગ સેક્ટરની ક્રાંતિમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધતાં સાયબર છેતરપિંડીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2021માં ડિજિટલ છેતરપિંડીના લગભગ 2.7 લાખ કેસ નોંધાયા હતા. જે વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા વધીને લગભગ 28 લાખ સુધી થઈ ગઈ છે.

આ જ સમયગાળા દરમિયાન છેતરપિંડી સાથે જોડાયેલી રકમ પણ લગભગ ₹551 કરોડથી વધીને ₹22,932 કરોડ સુધી પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા સાથે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવી પણ એટલી જ જરૂરી છે.

હજી માત્ર પ્રસ્તાવ, ફીચર લાગુ થયું નથી

મહત્વનું છે કે ‘YES/NO’ એલર્ટની આ વ્યવસ્થા હાલમાં માત્ર પ્રસ્તાવના સ્તરે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હાલમાં તમામ UPI એપ્સમાં અમલમાં આવી ગઈ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPI) દ્વારા તેના પર વિચાર કરી રહ્યા છે. જો મંજૂરી મળે, તો ભવિષ્યમાં Google Pay, PhonePe, Paytm, BHIM જેવી યુપીઆઈ એપ્સમાં આ સુરક્ષા ફીચર ઉમેરી શકાય છે.

જો નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ થાય તો શંકાસ્પદ UPI ટ્રાન્ઝેક્શન સામે ગ્રાહકોને વધારાનું રક્ષણ મળી શકે છે. જોકે, ડિજિટલ ફ્રોડથી બચવા માટે અજાણ્યા QR કોડ સ્કેન ન કરવા, OTP અથવા UPI PIN કોઈને ન જણાવવા અને પેમેન્ટ કરતાં પહેલાં રિસિવરની વિગતો ચકાસવી સૌથી જરૂરી છે.

આ પણ વાંચો : LICના શેર સસ્તામાં ખરીદવાની તક? સરકારે ખોલ્યો મોટો OFS, પોલિસીધારકો પર શું અસર થશે?

Join WhatsApp

Join Now

Leave a Comment