ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

આયુષ્માન કાર્ડ ધારકો ચેતી જજો! 2,021 હોસ્પિટલો પેનલમાંથી બહાર, સારવાર પહેલાં આ લિસ્ટ જરૂર ચેક કરો

Ayushman Bharat Empanelment Status

Ayushman Bharat Empanelment Status : આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ સારવાર લેતા લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે યોજનામાં ગેરરીતિ અને નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી તેજ કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યસભામાં આપેલા સત્તાવાર જવાબ મુજબ, 10 માર્ચ 2026 સુધીમાં 2,021 હોસ્પિટલોને આયુષ્માન ભારત યોજનાના પેનલમાંથી ડી-એમ્પેનલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરરીતિ સાથે સંકળાયેલી એમ્પેનલ્ડ હોસ્પિટલો સામે કુલ ₹263.72 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ માહિતી ખાસ કરીને આયુષ્માન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે માત્ર કાર્ડ હોવું પૂરતું નથી. તમે જે હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહ્યા છો તે હોસ્પિટલનું હાલનું એમ્પેનલમેન્ટ સ્ટેટસ સક્રિય છે કે નહીં, તે પણ તપાસવું જરૂરી છે.

હોસ્પિટલનું લિસ્ટ કેમ ચેક કરવું જરૂરી?

આયુષ્માન ભારત હેઠળ સમયાંતરે નવી હોસ્પિટલો યોજનામાં જોડાય છે, જયારે નિયમોનું ઉલ્લંઘન કરતી સસ્પેન્ડ અથવા ડી-એમ્પેનલ કરવામાં આવી શકે છે. એટલે આયુષ્માન ભારત હેઠળ હોસ્પિટલનું એમ્પેનલમેન્ટ કાયમી નથી. સારવાર જતા પેહલા અધિકૃત રીતે હોસ્પિટલોનું સ્ટેટસ તપાસવું વધુ સુરક્ષિત છે. એટલે કોઈ જૂની યાદી, સોશિયલ મીડિયા પોસ્ટ કે હોસ્પિટલના માત્ર દાવા પર ભરોસો કરવો યોગ્ય નથી.

ફ્રોડ સામે સરકારની કડક કાર્યવાહી

હોસ્પિટલોની કામગીરી પર નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની નેશનલ એન્ટી-ફ્રોડ યુનિટ (NAFU) અને રાજ્યની એન્ટી-ફ્રોડ ટીમો નજર રાખે છે. કેન્દ્ર સરકારે AB-PMJAYમાં ગેરરીતિ અને ફ્રોડ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. સારવારમાં અસામાન્ય વધારો, ડુપ્લિકેટ એન્ટ્રી અથવા શંકાસ્પદ ક્લેમ જેવા પેટર્નની ઓળખ માટે ડેટા એનાલિસિસ ઉપરાંત AI અને મશીન લર્નિંગ આધારિત સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગેરરીતિની ગંભીરતા પ્રમાણે હોસ્પિટલ સામે સસ્પેન્શન, ડી-એમ્પેનલમેન્ટ, દંડ અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. 

આયુષ્માન કાર્ડ ધારકોએ શું ધ્યાન રાખવું?

સારવાર માટે હોસ્પિટલ પસંદ કરતા પહેલાં અમુક બાબતો ચકાસવી જરુરી છે. હોસ્પિટલનું હાલનું એમ્પેનલમેન્ટ સ્ટેટસ, તમારી સારવાર PM-JAY હેઠળ કવર થાય છે કે નહીં,  કેશલેસ સારવાર ઉપલબ્ધ છે કે નહીં, હોસ્પિટલનું નામ અધિકૃત હોસ્પિટલ સર્ચ સિસ્ટમમાં છે કે નહીં તે ચાકસી લેવું.

2,359 નહીં, સત્તાવાર આંકડો 2,021

આ મુદ્દે સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં 2,359 હોસ્પિટલો ડી-એમ્પેનલ થયાનો આંકડો જોવા મળી શકે છે. પરંતુ ઉપલબ્ધ સત્તાવાર સંસદીય જવાબ મુજબ 10 માર્ચ 2026 સુધીનો આંકડો 2,021 હોસ્પિટલોનો છે. એ જ જવાબમાં દંડની રકમ ₹263.72 કરોડ જણાવાઈ છે. તેથી જૂના અથવા અલગ સમયગાળાના આંકડાને વર્તમાન સ્થિતિ તરીકે રજૂ કરવાને બદલે તારીખ સાથે સરકારી આંકડા જોવું જરૂરી છે. માટે આયુષ્માન કાર્ડ ધારકોએ કોઈ એક સોશિયલ મીડિયા પોસ્ટ કે જૂની હોસ્પિટલ યાદી પર નિર્ભર ન રહેવું જોઈએ.

દેશમાં 30 હજારથી વધુ હોસ્પિટલો યોજનામાં

આ કાર્યવાહીનો અર્થ એવો નથી કે આયુષ્માન ભારત હેઠળની તમામ હોસ્પિટલો સામે કાર્યવાહી થઈ રહી છે. યોજના હેઠળ દેશભરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોનું મોટું નેટવર્ક છે. આરોગ્ય મંત્રાલયના 2024-25ના વાર્ષિક અહેવાલ મુજબ, 31 ડિસેમ્બર 2024 સુધીમાં 30,072 હોસ્પિટલો AB-PMJAY હેઠળ એમ્પેનલ્ડ હતી. હોસ્પિટલનું એમ્પેનલમેન્ટ સતત બદલાતું રહે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની જરૂરિયાત મુજબ NHAની માર્ગદર્શિકા હેઠળ નવી હોસ્પિટલોને પણ પેનલમાં સામેલ કરે છે.

આયુષ્માન કાર્ડ ધારકો માટે સૌથી મહત્વની વાત

આ સમગ્ર મામલામાં લાભાર્થીઓ માટે સરળ સલાહ એટલી જ છે કે હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવતા પહેલાં તેનું વર્તમાન આયુષ્માન ભારત એમ્પેનલમેન્ટ સ્ટેટ્સ(Ayushman Bharat empanelment status)જરૂર તપાસો. જૂની હોસ્પિટલ લિસ્ટ કે માત્ર હોસ્પિટલના સ્ટાફની મૌખિક ખાતરી પર નિર્ભર રહેવાને બદલે NHAની અધિકૃત હોસ્પિટલ સર્ચ સિસ્ટમ પરથી માહિતી મેળવવી વધુ વિશ્વસનીય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment