પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ મેલી વિદ્યા દૂર કરવાની વિધિના બહાને યુવતી સાથે તેના જ ઘરે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, યુવતીને પોતાના ઘરે લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ, જ્યારે આરોપી ચંદ્રેશ પંચાલે યુવતી સાથેની અંગત તસવીરો WhatsApp પર વાયરલ કરી દીધી. આ તસવીરો અંગે સમાજના લોકો પાસેથી જાણ થતાં પરિવારે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. ત્યારબાદ યુવતીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી.
આ મામલે પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ચંદ્રેશ પંચાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોવાની માહિતી પણ સામે આવી છે. આ ઘટના ફરી એકવાર અંધશ્રદ્ધાના નામે લોકો સાથે થતા શોષણ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.












