ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

તરુણ ચુગ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રભારી, જાણો તેમની રાજકીય સફર

tarun-chugh-gujarat-bjp-incharge-gujarat-bjp-new-incharge-tarun-chugh-bjp-national-team

Gujarat BJP Incharge : ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પોતાના સંગઠનમાં મોટા ફેરફારો કરીને તૈયારીઓ તેજ કરી દીધી છે. બીજેપીએ સંગઠનમાં મહત્વના ફેરફારો કરતા ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો નિર્ણય ગુજરાતને લઈને લેવાયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને રાજ્યસભા સાંસદ તરૂણ ચુગને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. આ નિમણૂકો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી મહત્વપૂર્ણ સંગઠનાત્મક કવાયત તરીકે જોવામાં આવી રહી છે. 

કોણ છે તરુણ ચુગ અને કેવો રહ્યો છે તેમનો રાજકીય પ્રવાસ?

તરૂણ ચુગ પંજાબના અમૃતસરના વતની છે. તરુણ ચુગ એવા નેતાઓમાંથી એક છે જેમણે ચૂંટણીઓ જીતીને નહીં, પરંતુ સંગઠનમાં ગ્રાઉન્ડ લેવલ પર પડદા પાછળ કામ કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. તરૂણ ચુગ માત્ર 9 વર્ષની નાની ઉંમરે RSS ના સ્વયંસેવક બની ગયા હતા. ત્યારબાદ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) સાથે જોડાયા અને યુવા સંગઠનના માધ્યમથી ભાજપની રાજનીતિમાં સક્રિય બન્યા. 1989માં અમૃતસરના શક્તિ નગર વિસ્તારમાં ભાજપના બૂથ સ્તરના કાર્યકર તરીકે તેમની સંગઠનાત્મક સફરની શરૂઆત થઈ હતી.

જિલ્લા સ્તરથી રાષ્ટ્રીય રાજકારણ સુધી

તરૂણ ચુગે યુવા મોરચા, મીડિયા, ટ્રેનિંગ અને સંગઠન સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી. સમય જતાં તરૂણ ચુગ પંજાબ ભાજપના રાજ્ય સચિવ અને મહામંત્રી બન્યા. ત્યારબાદ 2014માં તરૂણ ચુગ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે જવાબદારી મળી અને 2020માં તેઓ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા.

ચૂંટણી લડી, પરંતુ જીત્યા નહીં 

તરૂણ ચુગે અમૃતસર સેન્ટ્રલ બેઠક પરથી 2012 અને 2017માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, જોકે બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ભાજપે તેમની સંગઠનાત્મક ક્ષમતાને ધ્યાનમાં રાખીને સતત મહત્વની જવાબદારીઓ સોંપી. જૂન 2026માં ભાજપે તેમના આ જ સંગઠનાત્મક કૌશલ્યને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે મોકલ્યા છે.

ગુજરાત માટે આ નિમણૂક કેમ મહત્ત્વની છે?

18 ઓગસ્ટ 2026ના રોજ ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તરૂણ ચુગને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત ભાજપ માટે આ જવાબદારી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે, ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે તરુણ ચુગ સામે સૌથી મોટો પડકાર બૂથ લેવલથી લઈને પ્રદેશ લેવલ સુધીના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય રાખવાનો રહેશે. 

જમ્મુ-કાશ્મીર અને અન્ય રાજ્યોમાં મોટી જવાબદારી

તરુણ ચુગને રાજકીય રીતે સંવેદનશીલ રાજ્યોની જવાબદારી સંભાળવાનો બહોળો અનુભવ છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, ત્યારબાદના રાજકીય અને સંગઠનાત્મક માહોલને સંભાળવામાં ભાજપની કોર ટીમમાં તેમણે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેમને તેલંગાણા સહિતના રાજ્યોમાં પણ પ્રભારી કે સહ-પ્રભારી તરીકે શાનદાર કામગીરી કરી ચૂક્યા છે. 

Join WhatsApp

Join Now

Leave a Comment