ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Gujarat Monsoon Update : ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની ખેંચ, ખેડૂતોની વધી ચિંતા

gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update

Gujarat Monsoon Update : ગુજરાતમાં ચોમાસાની સીઝન આગળ વધી રહી છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસમાન સ્થિતિ હવે ચિંતાનો વિષય બની છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 680 મિ.મીથી વધુ વરસાદ નોંધાયો છે અને કુલ સરેરાશના આશરે 75 ટકા વરસાદ પડ્યો છે. જોકે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં હજુ પણ 50 ટકા કે તેથી ઓછો વરસાદ નોંધાતા ખેતી અને પાણીની સ્થિતિને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.

10 જિલ્લાઓમાં વરસાદ 50 ટકાથી પણ ઓછો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું ખાસ્સું નબળું રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં 30 વર્ષની સરેરાશ સામે માત્ર 6.41 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 17.88 ટકા, જામનગરમાં 28.88 ટકા, કચ્છમાં 29.25 ટકા અને રાજકોટમાં 46.94 ટકા વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સાબરકાંઠામાં 46.62 ટકા, અરવલ્લીમાં 46.17 ટકા અને ગીર સોમનાથમાં 46.55 ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 55.52 ટકા અને છોટા ઉદેપુરમાં 50.54 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર

એક બાજુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું સારું રહ્યું છે. 9 ઓગસ્ટ સુધીમાં વલસાડમાં સૌથી વધુ 2726 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે 30 વર્ષની સરેરાશના 114.99 ટકા જેટલો છે.

  • નવસારીમાં 120 ટકાથી વધુ
  • સુરતમાં 104 ટકાથી વધુ
  • ડાંગમાં 100 ટકાથી વધુ
  • તાપીમાં 84.95 ટકાથી વધુ
  • નર્મદામાં 76.25 ટકાથી વધુ
  • ખેડામાં 66.11 ટકાથી વધુ
  • આણંદમાં 63.60 ટકાથી વધુ 
  • ભરૂચમાં 62.30 ટકાથી વધુ
  • પંચમહાલમાં 76.5 ટકાથી વધુ

અમદાવાદમાં 596 મિ.મી. વરસાદ

અમદાવાદમાં અત્યાર સુધીમાં 594 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ વરસાદ છેલ્લા 30 વર્ષની સરેરાશ સામે 87 ટકા છે. એટલે અમદાવાદની સ્થિતિ રાજ્યના ઓછા વરસાદવાળા જિલ્લાઓની સરખામણીએ સારી કહી શકાય.

સતત ત્રણ વર્ષ સારો વરસાદ, આ વર્ષે સ્થિતિ અલગ

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહ્યું હતું. વર્ષ 2023માં રાજ્યમાં સિઝનનો 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં વરસાદનું વિતરણ અસમાન જોવા મળી રહ્યું છે.

ખેડૂતોને બચાવવા 20 ઓગસ્ટથી સિંચાઈનું પાણી

ઉત્તર ગુજરાતના 9 જિલ્લાના 30થી વધુ તાલુકાઓમાં વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે. ઊભા પાકને બચાવવા અને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવાનો નિર્ણય લીધો છે. 20 ઓગસ્ટથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.

રાજ્યમાં વરસાદના આંકડા જોતા એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ચોમાસું એકસરખું નથી રહ્યું. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થિતિ સારી છે, જ્યારે બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ખેંચ ખેડૂતો માટે મુશ્કેલી બની રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment