ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Bhavnagar Laththakand : રેન્જ આઈ. જી દ્વારા વરતેજ PI ને કરાયા સસ્પેન્ડ, ઝેરી દારૂથી 7ના મોત, 21 સારવાર હેઠળ

Bhavnagar Laththakand

Bhavnagar Laththakand : ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલયુક્ત નકલી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે, અને આશરે 21 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે અને ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી છે. મૃત્યુઆંક હજુ વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેન્જ આઈ. જી દ્વારા વરતેજ PI ને કરાયા સસ્પેન્ડ

ભાવનગરના વરતેજ વિસ્તારમાં નકલી દારૂ કાંડમાં રેન્જ આઈજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.બી. પઢેરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂ પીવાથી કુલ 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા બાદ રેન્જ આઈજી દ્વારા PI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા ભાવનગર જિલ્લા SP દ્વારા પણ વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે PI સામે થયેલી કાર્યવાહીથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

રોયલ સ્ટેગની બોટલમાં ભર્યું ઝેરી કેમિકલ

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગની ખાલી બોટલો, ઢાંકણાં અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. FSL અને મેડિકલ તપાસમાં ઝેરી અસરગ્રસ્ત 10 દર્દીઓના સેમ્પલમાં 38.59 ટકા જેટલું મિથેનોલ મળ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા હતું.

રોયલ સ્ટેગની બોટલમાં ભર્યું ઝેરી કેમિકલ

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગની ખાલી બોટલો, ઢાંકણાં અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. FSL અને મેડિકલ તપાસમાં ઝેરી અસરગ્રસ્ત 10 દર્દીઓના સેમ્પલમાં 38.59 ટકા જેટલું મિથેનોલ મળ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા હતું.

વરતેજ પોલીસના 4 કર્મચારી સસ્પેન્ડ

આ લઠ્ઠકાંડ બાદ જિલ્લા પોલીસ વડાએ વરતેજ પોલીસ મથકના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ગાંધીનગરથી SMCના SP મયૂર ચાવડા સહિતની ટીમ ભાવનગર પહોંચી છે અને IG જે. રાજુ અન્સારી સાથે મળીને સમગ્ર નેટવર્કની તપાસ વધુ ઝડપી બનાવી છે. આ મામલે વધુ ધરપકડો અને નવા ખુલાસા થવાની શક્યતા છે.

  1. બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
  2. ડી સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
  3. અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
  4. ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ

અમદાવાદથી મિથેનોલ, ઉજ્જૈનથી બોલાવ્યો ડોક્ટર

પોલીસ તપાસમાં ભાવનગરના વરતેજથી લઈને અમદાવાદ અને ઉજ્જૈન સુધીનું કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આરોપીઓએ સફેદ લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણાં, સ્ટીકરો અને મિથેનોલ મંગાવ્યું હતું. અને આ કેમિકલ યુક્ત મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ‘ડોક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહે પોતે પણ તૈયાર કરાયેલું પ્રવાહી પીધું હતું. ત્યારબાદ તેની તબિયત લથડી હતી અને 18 ઓગસ્ટે તેનું પણ મોત થયું હતું.

51 પેટી નકલી દારૂ તૈયાર કરી અલગ-અલગ જગ્યાએ પહોંચાડાયો

તપાસ મુજબ, ગૌતમ સોલંકીના ઘરે પ્રથમ તબક્કામાં અંદાજે 51 પેટી નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. અને બાદમાં આ જથ્થો વિવિધ બુટલેગરો મારફતે આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ સમગ્ર મામલે 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને નેટવર્કમાં સામેલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment