આપ જે પ્લેટફોર્મ પર પોતાના મિત્રો અને પરિજનો સાથે જોડાયેલા રહો છો, તે જ પ્લેટફોર્મ પર હવે નાણાકીય વિગતો પણ મેળવી શકશો. EPFO એ સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી છે. લાખો યુઝર્સ અને પેન્શર્સની સુવિધા માટે મોટુ અપડેટ લાવ્યુ છે EPFO. માત્ર HELLO મેસેજ આપો અને વોટ્સઅપ પર PF બેલેન્સ અને ક્લેઈમ સ્ટેટસ જેવી માહિતી સીધા આપના સ્માર્ટફોનમાં મેળવો. QR કોડ અથવા લિંક દ્વારા આ સેવા ઉપલબ્ધ છે.
વેબસાઈટ પર લોગિનની લાંબી પ્રોસેસમાંથી મુક્તિ
EPFO દ્વારા વેબસાઈટ પર લોગિન અને OTP ની લાંબી ઝંઝટયુક્ત પ્રોસેસમાંથી મુક્તિ આપી દીધી છે. EPFO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર જાહેરાત કરીને નવી સેવા વિશે જાણકારી આપી છે.
કેવી રીતે જોડાશો ?
- આપેલ ડાયરેક્ટ લીંક પર ક્લિક કરીને જોડાઈ શકાય છે. https://t.co/k2KmISipxw
- QR કોડ સ્કેન કરીને સીધા વોટ્સઅપર પર જોડાઈ શકાય છે. EPFO દ્વારા સત્તાવાર QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.
જોડાયા બાદની પ્રક્રિયા શું રહેશે ?
વ્હોટ્સઅપ પર HELLO મેસેજ કરતાં જ UAN નંબર વેરિફાઈ કરશે સિસ્ટમ. નંબર વેરિફાઈ થતા સ્થાનિક ભાષામાં મેનુ જોવા મળશે. જરૂરિયાત મુજબના વિકલ્પ પર ક્લિક કરતાં જ સચોટ માહિતી પ્રાપ્ત થશે.
કઈ વિગતોની માહિતી મળશે ?
- વ્હોટ્સઅપ પર PF અકાઉન્ટમાં બેલેન્સની માહિતી મેળવી શકાશે.
- છેલ્લા પાંચ નાણાંકીય વ્યવહારોની વિગત મળી શકશે.
- ક્લેઈમ કર્યો હોય તો તે અંગે સ્ટેટસ પણ જાણી શકાશે.
- સૂચનાઓ અને અપડેટ્સ મળી શકશે.
- EPFO દ્વારા થતી નવી જાહેરાતો અને માર્ગદર્શિકા સીધી વોટ્સઅપ પર મળશે.
EPFO ની વોટ્સઅપ સુવિધા મેળવ્યા બાદ સાવધાની પણ જરૂરી
વોટ્સઅપ પર EPFO સુવિધા મળ્યા બાદ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. જો સત્તાવાર અકાઉન્ટમાંથી મેસેજ નથી આવતા, તો EPFO ના નામ પર આવતા મેસેજ, લીંક કે QR કોડ પર ભરોસો કરવો નહી. PF અકાઉન્ટ સાથે જોડાયેલ સંવેદનશીલ માહિતી કે OTP પણ અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર ન કરવો.













