2000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર નહી લાગે કોઈ પ્રકારનો ચાર્જ. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરી સ્પષ્ટતા કરવામાં આવી છે. ડેબિટ કાર્ડ અથવા UPI ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 2 હજાર સુધીના વ્યવહારો પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈ ચાર્જ લાગશે નહી.
નાણા મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી સ્પષ્ટતા
UPI પેમેન્ટ સેવા દ્વારા 2 હજાર સુધીના પેમેન્ટ કરવા પર અથવા પેમેન્ટ મેળવવા પર કોઈ પ્રકારનો ચાર્જ લગાવાશે નહી. UPI લૉન્ચ થયા બાદ ચાર્જિસ ફ્રી રહ્યુ છે, જેથી દરેક ભારતીય ડિજિટલ સેવાનો ઉપયોગ કરી શકે, તેવી સ્પષ્ટતા નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. બેંકો 2,000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવી શકશે નહીં. RuPay ડેબિટ કાર્ડ દ્વારા 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર પણ કોઈ ફી લેવામાં આવશે નહીં.
શું છે UPI સિસ્ટમ ?
- UPI સેવા રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર કરે છે.
- એક એપ્લિકેશનમાં અનેક બેન્ક અકાઉન્ટ લીંક કરી શકાય છે.
- ટ્રાન્ઝેક્શન માટે મોબાઈલ નંબર, UPI I’D અથવા અકાઉન્ટ નંબરની જરૂર પડે છે.
- IMPS મોડલ પર ડેવલપ કરવામાં આવ્યુ છે UPI.
- UPI સિસ્ટમ 24 કલાક કાર્યરત રહે છે.
- Google Pay, Paytm, Phone pay માં UPI સિસ્ટમથી ચૂકવણી કરી શકાય.
તેમ છતાં જો ચાર્જ કપાય છે તો UPI ચાર્જબુક માટે અરજી કરી શકો છો અથવા રેઈઝ ઈશ્યુ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.













