ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

બોલિવુડ પણ રંગાયુ ગણેશોત્સવના રંગમાં

દેશભરમાં વિઘ્નહર્તાનું ઉત્સાહપૂર્વક આગમન થયુ છે. ભક્તિસાગરમાં ડૂબીને શ્રદ્ધાળુઓ  ભાવવિભોર થઈને બાપ્પાની સેવા-પૂજામાં લાગી ગયા છે. મુંબઈની બોલિવુડ ગલિયારી પણ એમાંથી બાકાત નથી. બોલિવુડમાં પણ વિવિધ સ્ટાર્સ પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા છે. મુકેશ અંબાણીથી લઈ સલમાન ખાન, સૌ કોઈ ભગવાન ગજાનની ભક્તિમાં તરબોળ થઈ ગયા છે.

અંબાણી પરિવારના ઘરે સ્ટાર્સનો જમાવડો

ગણપતિદાદાની ભક્તિમાં અંબાણી પરિવાર પણ બાકાત નથી. અંબાણી પરિવારે યોજેલા ગણેશોત્સવમાં મોટા મોટા સ્ટાર્સ આવ્યા હતા. સલમાન ખાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નીતા અંબાણીના રાજવી લુકની ખાસ્સી ચર્ચા થઈ હતી. સચિન તેંદુલકર પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ રહ્યા હાજર.

ગોવિંદાની પત્ની સુનિતાએ પણ બાપ્પાનું ડાન્સ કરી સ્વાગત કર્યુ

છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા ગોવિંદા અને પત્ની સુનિતાએ અલગ અલગ સ્થળોએ ગણેશ સ્થાપના કરી હતી. ગોવિંદાએ પુત્રો સાથે ગણેશોત્સવ મનાવ્યો, જ્યારે સુનિતાએ ઢોલના તાલે નૃત્ય કરી ગણપતિદાદાનું સ્વાગત કર્યુ હતુ.

સિંગર પલક મુચ્છલે ઘરે ગજાનનનું ભક્તિભાવ પૂર્વક સ્વાગત કર્યુ

પ્રખ્યાત પ્લેબેક સિંગર પલક મુચ્છલે ઘરે પરિવાર સાથે ગણપતિદાદાની પ્રતિમા બિરાજમાન કરી હતી. બાળપણથી પલકના ઘરે ગણપતિદાદા બિરાજમાન કરવામાં આવે છે. પલકના ઘરે ઈકો-ફ્રેન્ડલી ડેકોરેશન પલકના માતાએ કર્યુ હતુ.

બોલીવુડ સ્ટાર તુષાર કપૂરના ઘરે વિઘ્નહર્તા

ગોલમાલ સ્ટાર તુષાર કપૂરના ઘરે ગણપતિદાદા ધામધૂમપૂર્વક લાવવામાં આવ્યા હતા. પરિવાર અને મિત્રો સાથે મુંબઈ સ્થિત નિવાસ સ્થાને ગણપતિ પ્રતિમાની સ્થાપના કરી હતી. ભગવાન ગણેશ સૌ કોઈ પર મંગલ કૃપા વરસાવતા રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

નાના પાટેકરે પરંપરાગત મરાઠી વેશમાં કરી પૂજા

ખ્યાતનામ દિગ્ગજ કલાકાર નાના પાટેકરે પરંપરાગત મરાઠી વેશ ધારણ કરીને પરિવાર સાથે ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. પરિવાર તથા નજીકના મિત્રો ગણેશ પૂજામાં ખાસ હાજર રહ્યા હતા. માથે મરાઠી ટોપી અને સિમ્પલ લુકમાં નાનાએ કરી ગણેશપૂજા

ખાન પરિવારમાં પણ ગણેશોત્સવની ધૂમ

સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને પણ ઘરે ગણપતિદાદાની પૂજા કરી હતી. જેમાં સલમાન ખાન હાજર રહ્યા હતા. આ ઉપરાંત નેહા ધૂપિયા પતિ સાથે ઉપસ્થિત રહી હતી. કરણ જોહર, પૂજા હેગડે, જેનેલિયા બંને પુત્રો સાથે હાજર રહી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment