ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

દિલજીત દોસાંઝ અમદાવાદમાં કોન્સર્ટ કરશે

લંડનના વેમ્બ્લીમાં ભવ્ય અને સફળ કોન્સર્ટ બાદ દિલજીત દોસાંઝે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત કરી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બાદ દિલજીત દોસાંઝનો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાશે.

વેમ્બ્લી સ્ટેડિયમમાં સ્ટેજ પરથી જાહેરાત

આંતરરાષ્ટ્રીય સ્તરે લંડનના વેમ્બ્લીમાં પંજાબનો ડંકો વગાડ્યો છે. વેમ્બ્લી સ્ટેડિયમમાં હજારો લોકો સામે પર્ફોમ કરનારા પ્રથમ પંજાબી સિંગર બન્યા છે દિલજીત દોસાંઝ. લંડનમાં દિલજીતે આ નવો જ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શોની શરૂઆત ‘પંજાબી આ ગયા વેમ્બ્લી ઓય !’ થી કરી હતી. કોન્સર્ટ વિશે માહિતી આપતા દિલજીતે સ્ટેજ પરથી જ જાહેરાત કરી હતી. 21 નવેમ્બર, 2026 એ અમદાવાદમાં કરશે મેગા મ્યુઝિક શો.

Aura World Tour હેઠળ અમદાવાદ આવશે.

વર્ષ 2024માં Dil-Luminati ની ભવ્ય સફળતા બાદ દિલજીત Aura World Tour ની જાહેરાત કરી છે. જે અંતર્ગત અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ પર્ફોમન્સ કરશે. દિલજીતે પોતાના અંદાજમાં કહ્યુ હતુ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય અને ત્યાં કોઈ પંજાબી સિંગરે પોતાનો ડંકો વગાડ્યો ના હોય તેવુ તો બને જ નહી. દિલજીતે કોલ્ડપ્લેનો ઉલ્લેખ કરીને વાત કરી હતી. વિદેશી બેન્ડે આ સ્ટેડિયમની તમામ ટિકીટ વેચી નાંખી હતી, જે ખૂબ ગર્વની વાત કહેવાય.

વેમ્બ્લી સ્ટેડિયમમાં ઈતિહાસ

લંડનના વેમ્બ્લીમાં યોજાયેલો મ્યુઝિક કોન્સર્ટ દિલજીત માટે પણ ખાસ રહ્યો હતો. હેડલાઈનર તરીકે પર્ફોમ કરનારા પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે દિલજીત. 2 કલાકથી વધુ સમય સુધી પોતાના દમદાર સોંગ્સ પર લોકોને થિરકાવ્યા હતા. 90 હજારની ક્ષમતા વાળા સ્ટેડિયમમાં હજારો લોકો ખીચોખીચ ભરેલા હતા. વડીલો અને બાળકોને સ્ટેજ પર પણ બોલાવ્યા હતા અને આતિશબાજી સાથે શોનું સમાપન કરવામાં આવ્યુ હતુ

Join WhatsApp

Join Now

Leave a Comment