અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકાર

Rajpal Yadav Check Bounce case

Rajpal Yadav Check Bounce Case :  પ્રખ્યાત અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવની ઝાટકણી કાઢી છે. રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં તાબડતોબ બે સપ્તાહની અંદર પેમેન્ટ કરવા જણાવ્યુ છે, આ અંગે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી 5 ઓક્ટોબરે કરશે.

રાજપાલને SC ના આદેશ

અભિનેતા રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટના કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ અહીંથી રાજપાલ યાદવની મુશ્કેલી વધતી જણાઈ રહી છે. SC એ આકરા શબ્દોમાં રાજપાલ યાદવની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાલયમાં એક્ટિંગ ન કરી રકમ ભરપાઈ કરી દેવાની અંતિમ મુદત આપી છે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂપિયા તાબડતોબ બે સપ્તાહમાં જમા કરો. 5 કરોડ રૂપિયાના બાકી વિવાદમાં કોર્ટે ધરપકડ સામે 5 ઓક્ટોબર સુધીની મુદતનો વધારો કર્યો છે. રાજપાલના અગાઉના વલણ અંગે પણ અદાલતમાં એક્ટિંગ ન કરવાની સલાહ આપી હતી. SC એ રાજપાલ યાદવને પાસપોર્ટ જમા કરાવવા માટે પણ આદેશ કર્યો હતો.

જાણો શું છે વિવાદ

રાજપાલ યાદવ અને તેમની પત્નીએ ફિલ્મના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની આર્થિક મદદ વર્ષ 2010માં લીધી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવે વર્ષ 2013માં 1.05 કરોડના સાત ચેક આપ્યા હતા, જે તમામ બાઉન્સ થયા હતા. વર્ષ 2012માં તે બંને વચ્ચે કરાર પણ થયો હતો, જે પ્રમાણે રાજપાલ યાદવ અને તેમની પત્ની વ્યાજ સહિત 11 કરોડની રકમ ચૂકવશે. રાજપાલ યાદવના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ બે સપ્તાહના સમયની માંગ કરી હતી, જેથી રાજપાલ યાદવ 2 કરોડ રૂપિયા જમા કરાવી શકે અને નાણાં પરત કરવા મુદ્દે તેઓ ગંભીર છે તે અંગે પણ સ્પષ્ટતા કરી શકે. રાજપાલ યાદવ 3 માસ સુધી જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નારાજગી પણ વ્યક્ત કરી

રાજપાલ યાદવના વર્તનને જોઈ જસ્ટિસ સૂર્યકાંતે નારાજગી દર્શાવી હતી. જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે તેમના વ્યવહારને જોતા તે ભરોસાપાત્ર નથી લાગી રહ્યા. બોલીવુડમાં એક્ટિંગ,ડ્રામા કરવામાં નિપુણ છે અને તે જ ડ્રામા અહીં પણ કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment