બિગબોસ 20 માં સલમાન ખાન શર્ટલેસ થયા

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કોઈ ફિલ્મ  રિલીઝને કારણે નહીં, પરંતુ તેમના ટ્રોલર્સને આપેલા જોરદાર જવાબને કારણે. “બિગ બોસ 20”ના ‘વીક એન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાને પોતાના પર થતા age‑shaming અને body‑shaming પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી અને કહ્યું, “ભાઈ મોટો થઈ ગયો છે? કર લો ટ્રોલ! પહેલા પોતાના આપને જુઓ.”

તાજેતરમાં જ કેટરીના કૈફને પ્રેગનન્સી બાદ વધેલા વજન પર ટ્રોલ કરવામાં આવી

ગણેશોત્સવ દરમિયાન અંબાણી પરિવારમાં ગણેશ આગમનના કાર્યક્રમમાં સામેલ થયેલા કેટરિના કૈફ અને વિકી કૌશલને લઈને સોશિયલ મીડિયામાં માહોલ ગરમાયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ કેટરીના કૈફના વધેલા વજનને લઈને અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા હતા. જેના કારણે બોલીવુડ એકટર્સ અને પાકિસ્તાની કલાકારો પણ કેટરીનાના સમર્થનમાં આવ્યા છે અને ટ્રોલર્સને મહિલાઓના શરીરને મનોરંજનનું માધ્યમ ન બનાવવા માટે ટકોર કરી છે.

કેટલાય સમયથી સલમાન થઈ રહ્યા છે ટ્રોલ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી સલમાન ખાન ટ્રોલ થઈ રહ્યા છે. કેટલાક યુઝર્સ તેમના શરીર અને ઉંમર અંગે ટિપ્પણીઓ કરે છે, તો વળી કેટલાક એમ કહી સપોર્ટ કરે છે કે ભાઈજાન સાચી ઉંમર અને વાસ્તવિકતા સ્વીકારી અને બતાવી શકે છે. કેટલાક લોકો મિમ્સ બનાવીને સલમાન ખાનની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.

સલમાને બિગબોસ 20ના એપિસોડમાં ટ્રોલર્સને આપ્યો જવાબ

 બિગબોસના 19-20 સપ્ટેમ્બરના વિક એન્ડ શો દરમિયાન સલમાન ખાને ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો છે. સલમાને કહ્યુ કે “મને ખબર છે કોણ ટ્રોલ કરે છે, એ લોકો નકારાત્મકતાથી પૈસા બનાવે છે. હું તેમને જવાબ આપતો નથી. કારણ કે એવી વાતો માટે મારી પાસે સમય નથી. હું કામ કરું છુ.” આવુ કહ્યા બાદ સલમાને ટી શર્ટ ઉતારી અને પોતાની ફિટનેસ બતાવી અને કહ્યુ “ભાઈ મોટો થઈ ગયો છે ? કરો લો ટ્રોલ, પહેલા પોતાને જૂઓ.” શર્ટલેસ સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સલમાન ખાને માત્ર પોતાના માટે જ નહી, પરંતુ બોલીવુડમાં થતા ટ્રોલિંગ કલ્ચર પર પણ ચર્ચા કરી.

નામ લીધા વગર જ કર્યો કેટરિનાને સપોર્ટ

તાજેતરમાં કેટરિના ભારે ટ્રોલ થઈ હતી, તેને લઈને બિગબોસ 20માં સલમાન ખાને શર્ટ લેસ થઈ અને નામ લીધા વગર જ કેટને સપોર્ટ કર્યો હતો. સલમાને ત્યારે કહ્યુ કે “પ્રેગનન્ટ થયા પછી દરેકનું શરીર વધે છે, ફિલ્મોમાં આવશે ત્યારે ફિટ થઈ જશે, એમાં ટ્રોલ શું ?” પાપારાઝી કલ્ચર પર પણ સલમાને આંગળી ચીંધી હતી. સલમાન ખાને કહ્યુ કે સ્ત્રીઓના ચિત્ર-વિચિત્ર ફોટો લઈને તેમના મિમ્સ બનાવવા અયોગ્ય છે.

બોલીવુડ ઉમટ્યુ સલમાનને સપોર્ટ કરવા

સલમાનના શર્ટલેસ થયા બાદ અને ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યા બાદ, બોલીવુડ સલમાન ખાનને સપોર્ટ કરવામાં મચી પડ્યુ છે. રોહિત શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે “Only unconditional prem for him. Dear trollers, it’s done bro.”

https://www.instagram.com/reel/Ddg6C_6qwmN/?stkn=MWM5dWJvbWc2dWJ3

વરૂણ ધવને બિગબોસ 20 નો આ એપિસોડ પિતા સાથે બેસીને ખાસ જોયો હતો અને સલમાનના શર્ટલેસ થવા પર તાળીઓથી વધાવી લીધો હતો અને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની સ્ટોરી પણ શેર કરી હતી.

નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને સલમાન ખાનને શર્ટલેસ થવા પર સપોર્ટ કર્યો હતો.

સલમાન ખાન એક વખત ટ્રોલ કરનારનું નામ સરનામુ મેળવી તેના ઘરે પહોંચી ગયા હતા. 8 વર્ષ પહેલાની આ ઘટના છે. સલમાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપશબ્દો અને અભદ્ર વાતો લખી હતી. સાયબર સેલ પાસેથી સલમાન ખાને તેના વિશે માહિતી મેળવી અને એડ્રેસ મળતા જ તેના ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને સલમાને કહ્યુ કે તુ આવુ કરે છે એવો તારો ફોટો છાપી દઉ છુ, એવી ધમકી આપતા યુવકે માફી માંગવી પડી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment