ઑસ્કારમાં ગોંધળની એન્ટ્રીથી અનુરાગ કશ્યપ નારાજ, કહ્યુ ભારત યોગ્ય ફિલ્મો નથી મોકલતુ

ભારત તરફથી ગોંધળને ઑસ્કારમાં એન્ટ્રી મળી ગઈ છે, અને ફિલ્મના કલાકારો અને ડાયરેક્ટરને ચારે તરફથી અભિનંદન મળી રહ્યા છે, પરંતુ ગોંધળની ઑસ્કારમાં એન્ટ્રીથી દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ખુશ હોય તેમ લાગી નથી રહ્યુ. ગોંધળને ઑસ્કાર માટે સિલેક્ટ કરવા બદલ અનુરાગ કશ્યપે નારાજગી વ્યક્ત કરી છે.

છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે બદલાવ આવ્યો છે અને ઘણી એવી સારી સોશિયલ મેસેજ આપતી ફિલ્મો બની રહી છે અને જેમને ઑસ્કારમાં પણ મોકલવામાં આવે છે. ઓછા ખર્ચે અને ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ગોંધળ પણ આવી જ એક ફિલ્મ છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં મહિલાની સમસ્યા દર્શાવતી ફિલ્મને ઑસ્કારમાં મોકલવામાં આવી છે. જેને લઈને અનુરાગ કશ્યપે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

99 મા ઑસ્કાર સમારોહ માટે ગોંધળની પસંદગી કરવામાં આવતા દિગ્ગજ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે નારાજગી દર્શાવી છે. અનુરાગ કશ્યપે વધુમાં જણાવ્યુ છે કે ભૂતકાળમાં પણ ભારતમાં એવી ઘણી સારી ફિલ્મો હતી જેને ઑસ્કારમાં નોમિનેશન મળવુ જોઈએ, પણ એવુ થયુ નહી, કદાચ આપણે ફિલ્મ સિલેક્ટ કરવામાં ઉણા ઉતરીએ છે. જેના કારણે ભારત ઑસ્કાર અવોર્ડથી ચૂકી જાય છે. ગોંધળની ઑસ્કારમાં એન્ટ્રી પર અનુરાગ કશ્યપે રિએક્ટ કર્યુ હતુ, જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે ગોંધળ હજુ સુધી જોઈ નથી.

અનુરાગ કશ્યપની નારાજગી પર અને ખોટી ફિલ્મ સિલેક્ટ કરીએ છે એવા નિવેદન પર ફિલ્મના ડાયરેક્ટર સંતોષ દવખરે ગિન્નાયા છે અને તેમણે જણાવ્યુ કે ફિલ્મ પર રિએક્શન આપતા પહેલા ફિલ્મ જોવી જોઈએ.

અનુરાગ કશ્યપે શુ કહ્યુ ?

એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગ કશ્યપે જણાવ્યુ હતુ કે ફિલ્મના સિલેક્શન દરમિયાન ખૂબ રાજકારણ કરવામાં આવે છે. ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે અને ઈન્ટરનેશનલ ફિલ્મોને ટક્કર આપવા માટેની શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરવાનું પણ પ્રેશર હોય છે. જેના કારણે ઘણી વખત આપણે ગરબડ કરી દઈએ છે. લંચબૉક્સ જેવી ફિલ્મો આપણે ઑસ્કાર અવોર્ડ્સમાં નથી મોકલતા.

ગોંધળના ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યુ કે અનુરાગ કશ્યપ સાથે ફ્લાઈટમાં 26 એપ્રિલે મુલાકાત દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી, ત્યારે તેમણે ફિલ્મ જોવાનું કહ્યુ હતુ, પરંતુ એવુ કંઈ થયુ નથી. ફિલ્મનું મુંબઈમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યુ નથી. આ ફિલ્મ રી-રિલીઝ કરવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment