તહેવારો પહેલા RBI ની જનતાને રેપોરેટમાં 0.25 ટકા વધારાની ભેટ

Repo Rate in India 2026: તહેવારો પહેલા RBI એ જનતાને રેપોરેટમાં વધારાની ભેટ આપી છે. RBI એ ચાર વર્ષ બાદ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ 5.25 ટકાથી વધી 5.50 ટકા થયો છે, તહેવારોના સમયમાં જ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આ પ્રકારના નિર્ણયથી લોનધારકોને મોટો આંચકો લાગ્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ ચાર વર્ષ બાદ રેપો રેટમાં વધારો કર્યો છે.

MPC બેઠક બાદ RBI ગવર્નરે કરી જાહેરાત

ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં વધારાની જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારા બાદ દેશભરમાં રેપો રેટ 5.25 ટકાથી વધી 5.50 ટકા થશે.

મધ્યમ વર્ગને EMI વધુ ચુકવવી પડશે

કેન્દ્રીય બેન્ક દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે હવે મધ્યમ વર્ગ પર વધારાનો બોજો લાગુ પડશે. ઘર ખરીદવાનું સપનું જોવાવાળો મધ્યમવર્ગ હવે વધુ EMI અને લોન ભરવા માટે મજબૂર બનશે. RBI ના આ પગલાંથી લોનધારકો નાખુશ થયા છે. હોમ લોન, કાર લોનથી લઈને પર્સનલ લોન જેવી લોનના હપ્તા મોંઘા થશે અને તેમની માસિક EMI માં પણ વધારો થશે.

અગાઉ ફેબ્રુઆરી 2023માં કર્યો હતો વધારો

અગાઉ ફેબ્રુઆરી 2023માં RBI એ રેપો રેટ વધાર્યો હતો. ચાલુ વર્ષે અગાઉની ત્રણ MPC ની બેઠકમાં વધારા અંગે નિર્ણય લેવામાં નહોતો આવ્યો, પરંતુ તહેવારો સમયે જ ફુગાવાને ધ્યાનમાં રાખીને RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI એ શા માટે લીધો રેપો રેટ વધારવાનો નિર્ણય ?

મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. RBIએ 2026-2027 માટે ફુગાવાના અંદાજને પણ 5.0% થી વધારીને 5.2% કર્યો છે. મોંઘવારી પર કાબૂ મેળવવા અને બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે RBIએ રેપો રેટ વધાર્યો છે. રેપો રેટ વધવાથી બેંકો માટે ધિરાણ મોંઘું થઈ જાય છે અને તેની અસર ગ્રાહકોની લોન પર પડી શકે છે. મોંઘી લોનને કારણે લોકો ઘર, કાર અથવા વ્યવસાય માટે ઓછું ધિરાણ લે છે અને ખર્ચ ઘટી શકે છે. તેનાથી બજારમાં માગ ઓછી થાય છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળે છે. ઉંચા ફુગાવા અને રૂપિયાની નબળાઈ પણ RBI ના આ નિર્ણય પાછળનું કારણ છે એવુ માનવામાં આવી રહ્યુ છે.

SDF રેટ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) પણ 5.25% પર પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) પણ વધીને 5.75% પર પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી 100 ડોલર નજીક પહોંચી ગયા છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25 ટકા વધારી 6.50 ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે.

રેપો રેટ 0.25 ટકા વધવાથી 20 અને 30 લાખની લોન પર અસરનું ગણિત સમજો

20 લાખની હોમલોન પર 20 વર્ષના ટેન્યોર માટે 7.75 ટકા લેખે નવી EMI પર માસિક 300 થી 350 રૂપિયાનો બોજો વધી શકે છે.

30 લાખની હોમલોન પર દર મહિને 7.75 ટકા લેખે નવી EMI પર 500 રૂપિયા સુધીનો વધારાનો બોજો પડી શકે છે.

રેપો રેટ શું હોય છે ?

રેપો રેટ તે વ્યાજ દર છે, જેના પર RBI બેંકોને ટૂંકા સમય માટે ધિરાણ આપે છે. આ દરના આધારે બેંકો પોતાની લોનના વ્યાજ દર નક્કી કરે છે. RBIની મોનિટરી પોલિસી કમિટી, એટલે કે MPC, દર બે મહિને તેની સમીક્ષા કરે છે. RBI દ્વારા કોમર્શિયલ બેંકોને ટૂંકા ગાળાના લોન આપવામાં આવે છે, જેમાં બેંકો સરકારની સિક્યોરિટીઝ (Government Securities) ગીરવે રાખે છે.

રેપો રેટની સામાન્ય લોકો પર શું અસર થાય ?

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થઈ શકે છે. EMI વધી શકે છે અને અગાઉથી ચાલી રહેલી કેટલીક લોન પર પણ વ્યાજ વધવાની અસર પડી શકે છે. બીજી તરફ, બેંકો FD અને અન્ય થાપણ યોજનાઓ પર વ્યાજ વધારી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment